Gujarat

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી

By GS TEAM
22 Feb 20261 min read
TukuTouch Logo
રિફાઇનરી રોડ પર ગઇકાલે સાંજે એક નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો હતો. જોકે, સદનસીબે કોઇને જાનહાનિ થઇ નહતી. જવાહરનગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર  ચઢાવી દીધી

રિફાઇનરી રોડ પર ગઇકાલે સાંજે એક નશેબાજ કારચાલકે અકસ્માત કર્યો હતો. જોકે, સદનસીબે કોઇને જાનહાનિ થઇ નહતી. જવાહરનગર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી  છે.

જવાહરનગર પોલીસને કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, ગુજરાત રિફાઇનરી રોડ, ગંગાનગર સોસાયટીના નાકે કોયલી ખાતે એક સફેદ કલરની બોલેરો જીપના નશેબાજ ડ્રાઇવરે ડિવાઇડર સાથે ટક્કર મારી  હતી. જેથી, પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ હાથ ધરી  હતી. ડિવાઇડર સાથે અથડાઇને એક કાર ઊભી રહી ગઇ હતી. કારમાં બેઠેલા ડ્રાઇવરને  પૂછતા તેણે પોતાનું નામ અજય રાજેન્દ્રભાઇ ગોહિલ (રહે. બળીયાદેવનગર, રામપુરા ગામ, વડોદરા)  જણાવ્યું હતું. તેણે દારૂનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા પોલીસે બ્રેથ એનેલાઇઝર મારફતે ચેક કરતા તે દારૃના નશામાં જણાઇ આવ્યો હતો. જેથી, પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. નશેબાજ કારચાલકે અન્ય એક કારને પણ ટક્કર મારી હતી. પરંતુ, તેઓ વચ્ચે સમાધાન થઇ  ગયું હતું. અકસ્માત કરનાર  અજય  ગોહિલ આઇ.ઓ.સી.એલ.ના પેટા કોન્ટ્રાક્ટમાં ગાડી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.