ખેડા જિલ્લામાં ઝડપાયેલા રૂા. 3.02 કરોડના ડ્રગ્સનો નાશ કરાયો

- ભરૂચના દહેજની કંપનીમાં કાર્યવાહી કરાઈ
- 12 પોલીસ સ્ટેશનમાં 38 ગુનાઓમાં પકડાયેલા ડ્રગ્સ- નાર્કોટિક્સને ભઠ્ઠીમાં બાળી નખાયું
ખેડા જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ અને ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીએ ડ્રગ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. ખેડા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આશરે રૂ. ૩,૦૨,૦૦,૦૦૦ ની કિંમતનો કુલ ૩,૩૮૦ કિલોગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સના મુદ્દા માલનો ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી એક કંપનીમાં સરકારી ગાઈડલાઈન મુજબ નાશ કરવામાં આવ્યો હતો. કાર્યવાહીમાં ખેડા જિલ્લાના ૧૨ પોલીસ સ્ટેશન જેમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ૯ કેસ, નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૩, ચકલાસી પોલીસ સ્ટેશનમાં ૪, સેવાલીયા પોલીસ સ્ટેશનમાં ૩, માતર પોલીસ સ્ટેશનમાં ૧, વસો પોલીસ સ્ટેશનમાં ૨, ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ૨, મહુધા પોલીસ સ્ટેશનમાં ૪, મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ૩, કઠલાલ પોલીસ સ્ટેશનમાં ૪, કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ૨, આતરસુંબા પોલીસ સ્ટેશનના ૭ મળી કુલ ૩૭ ગુનામાં ઝડપાયેલા ડ્રગ્સનો નાશ કરાયો હતો.









