જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામે યુવકે અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : સારવાર દરમિયાન મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar: જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) કલમ-194 હેઠળ આકસ્મિક મૃત્યુ નો બનાવ બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ તા. 26/06/2026ના રોજ સાંજે આશરે 7:00 વાગ્યે જામજોધપુરથી આશરે 12 કિલોમીટર દૂર આવેલા મોટા વડીયા ગામે હેમંતભાઈ સીદાભાઈ કરંગિયાએ પોતાના રહેણાંક મકાનમાં હિંડોળાના હૂક સાથે દોરડું બાંધી અગમ્ય કારણોસર ગળેફાંસો ખાધો હતો.
બનાવ બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે તેમના પિતા સીદાભાઈ સામતભાઈ કરંગિયાએ જાણ કરતાં જામજોધપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-194 મુજબ અકસ્માત મોતની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવની વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર એલ.આર. ચાવડા ચલાવી રહ્યા છે.








