Get The App

અમદાવાદના થલતેજમાં NSGની મોક ડ્રીલ વખતે કારચાલક પોલીસકર્મીને ટક્કર મારી ભાગ્યો, પીછો કરી ઝડપ્યો

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના થલતેજમાં NSGની મોક ડ્રીલ વખતે કારચાલક પોલીસકર્મીને ટક્કર મારી ભાગ્યો, પીછો કરી ઝડપ્યો 1 - image

AI Image in Background 


Ahmedabad Police News : અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા મેટ્રો સ્ટેશન પાસે ગઈકાલે રાત્રે NSGની મોક ડ્રીલ હતી. જેને લીધે મેટ્રોની નીચેથી પસાર થતાં વાહનોને સ્થાનિક પોલીસની ટીમ દ્વારા રોકવામાં આવી રહ્યા હતા. ત્યારે એક પોલીસકર્મીએ કારને રોકવા જતાં ચાલકે કાર ચઢાવવાનો પ્રયત્ન કાર ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી તરજ પોલીસની ટીમે તેનો પીછો કરીને ઝડપી લીધો હતો. મહત્ત્વનું છે કે, આ ઘટનામાં સરદાર સિંહ નામના પોલીસકર્મી ઘાયલ થયા છે અને તે અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરદાર સિંહ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં અનઆર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.  તેમને શરીરના અનેક ભાગોમાં ઈજા થઇ છે અને એસજી હાઈવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. 

શું હતી ઘટના? 

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, ગત રાત્રે થલતેજ ચાર રસ્તા પર આવેલા મેટ્રો સ્ટેશન ખાતે NSGની મોક ડ્રીલ હતી. એ દરમિયાન નીચેના રોડ પરથી પસાર થતાં વાહનોને રોકવામાં આવ્યા હતા. તે વખતે 30 વર્ષના યુવકની કાર પોલીસે રોકતા ચાલકે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સરદાર સિંહ પર કાર ચઢાવી દીધી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઉપરાંત પોલીસકર્મીને પગમાં અને હાથમાં ફ્રેક્ચર થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ પછી ત્યાંથી ભાગી ગયો હતો. આ પછી પોલીસની ટીમે યુવકની કારનો પીછો કરીને તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં યુવકે એવું કહ્યું હતું કે, તેણે બ્રેકની જગ્યાએ એક્સિલેટર પર દબાવી દીધું હોવાને લીધે આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસ અધિકારીએ આપી માહિતી 

બોડકદેવ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ ચૌધરીએ જણાવ્યા મુજબ, ગઈકાલે રાત્રે આશરે 11.10 વાગ્યે થલતેજ મેટ્રો રેલવે સ્ટેશન પર NSGની મોક ડ્રીલ ચાલી રહી હતી. આ માટે ત્યાં અમારી પોલીસ ટીમ તહેનાત  હતી અને વાહનોને ત્યાંથી પસાર થતા રોકવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન એડવાન્સ ટીમે એક ગાડીને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે ગાડીના ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અમારી ટીમ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો અને આશરે બે-ત્રણ કિલોમીટરના અંતરે જ આરોપીને પકડી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ યશ સોની છે અને તેની ઉંમર આશરે 30 વર્ષ છે.