વડોદરા,ડભોઇ રોડ પર ચાલતા જતા વૃદ્ધાને ટક્કર મારીને વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાનું સ્થળ પર જ મોત થયું હતું.
ડભોઇરોડ સોમા તળાવ પાસે વૈષ્ણવ પાર્ક સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષના રૃખીબેન નમાભાઇ કોળી આજે સવારે ૧૦ વાગ્યે ઘરેથી ચાલતા નીકળ્યા હતા. સોસાયટીના રોડ નજીક અજાણ્યા વાહનચાલકે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા થતા સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. આ અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક બનાવની વિગત એવી છે કે, મૂળ યુ.પી.ના ગામ બિરાડમાં રહેતો રામપ્રસાદ શોભનાથ ગોંડ ( ઉં.વ.૨૬) હાલ વાઘોડિયા ચોકડી બ્રિજ નજીક મારૃતિ પ્લાન્ટમાં રહે છે અને ત્યાં જ કામ કરતો હતો. ગઇકાલે મોડીરાત્રે તે કોઇ કામ માટે બહાર નીકળ્યો હતો. ત્યાંથી પરત આવતા સમયે હાઇવે ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહનની ટક્કર વાગતા ગંભીર ઇજા થતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી વાહન ચાલકની શોધખોળ શરૃ કરી છે.
દુમાડ બ્રિજ નજીક અકસ્માતમાં ઘાયલનું સારવાર દરમિયાન મોત
વડોદરા,
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આણંદની સરગમ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ દાઉદભાઇ પરમાર ( ઉં.વ.૪૭) ને ગત ૧૧ મી તારીખે દુમાડ બ્રિજ નજીક અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઇજા થઇ હતી.સારવાર દરમિયાન તેઓનું મોત થતા સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


