Gujarat

દહેજ-ભરૂચ હાઇવે ઉપર ટ્રકની બ્રેક ફેઈલ થતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું

By GS TEAM
19 Sep 20251 min read
TukuTouch Logo
દહેજ-ભરૂચ હાઇવે ઉપર ભેંસલી ગામ નજીક ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર અન્ય ટ્રકની સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું મોત નીપજયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

દહેજ-ભરૂચ હાઇવે ઉપર ટ્રકની બ્રેક ફેઈલ થતા સર્જાયેલા અકસ્માતમાં ડ્રાઇવરનું મોત નીપજ્યું

Bharuch Accident : દહેજ-ભરૂચ હાઇવે ઉપર ભેંસલી ગામ નજીક ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકાભેર અન્ય ટ્રકની સાથે ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું મોત નીપજયું હતું. 

અંકલેશ્વરના ગૌરી ટ્રાન્સપોર્ટ સર્વિસની ટ્રક દહેજની સુપરહોમ કંપનીમાં મૂકી હોય ડ્રાઇવર તરીકે 42 વર્ષીય દાનબહાદુર વર્મા (રહે-ઉત્તર પ્રદેશ) કામ કરતો હતો. ગઈ તા. 16 સપ્ટેમ્બરના રોજ રાત્રે દાનબહાદુર ટ્રક લઈ સુપરહોમ કંપનીમાંથી અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા. દરમ્યાન દહેજ-ભરૂચ હાઇવે ઉપર ભેંસલીગામ પાસે રામદેવ હોટલની સામે તેમના ટ્રકની બ્રેક ફેઈલ થઈ જતા ટ્રક આગળ ચાલતી ટ્રકના પાછળના ભાગે અથડાઈ રસ્તાની સાઈડમાં ઉભેલ અન્ય ટ્રક સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલક દાનબહાદુરને પેટના ભાગે ઇજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દાન બહાદુરનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ફરિયાદના આધારે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરથી કાર્યવાહી હાથ ધરી હતી.