Gujarat
ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત
By GS TEAM
15 Sep 20251 min read

- ટેન્કર ચાલક વિરૂધ્ધ મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- ટ્રક સામાન ભરી યુપીથી રાજુલા તરફ જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : મહુવાના ભદ્રોડ નજીક બંધ પડેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે ક્લીનરને ગંભીર ઇજા થઈ હતી.
ઉત્તરપ્રદેશ ખાતે રાહત મુજાહિદ્દઅલી સલીમખાન અને ડ્રાઈવર મોહદ વસીમ શામુંન યુપીથી આઇશર ટ્રક નંબર યુપી ૧૫ ઇટી ૧૩૯૨ માં સામાન ભરી અમરેલી જિલ્લાના રાજુલા ખાતે આવવા માટે નિકળ્યા હતા.તે દરમિયાન મહુવાના ભદ્રોડ નજીક રોડ પર બંધ હાલતમાં ટેન્કર નંબર જીજે ૧૪ ઝેડ ૭૭૩૪ પડેલ હતું.બંધ પડેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતા ટ્રક ચાલક અને ક્લિનરને ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટ્રક ચાલક મોહદ વસીમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મુજાહિદ્દઅલીએ મહુવા રૂરલ પોલીસ મથકમાં ટેન્કર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








