Gujarat

ખરોદ ગામે બાઇક સ્લીપ થતાં ચાલકનું ફંગોળાઇ જતાં મોત

By GS Team
16 Jul 20201 min read
This article was originally published on 16 Jul 2020
ખરોદ ગામે  બાઇક સ્લીપ થતાં ચાલકનું ફંગોળાઇ જતાં મોત

દાહોદ તા.16 જુલાઇ 2020 ગુરૂવાર

દાહોદ તાલુકાના ખરોદા ગામ પાસે બાઇક સ્લીપ થતાં બાઇક ચાલક ફંગોળાઇ ગયો હતો. જેના કારણે શરીરે ગંભીર ઇજા થતાં મોત નિપજ્યુ હતું.

દાહોદ તાલુકાના ખરોદા ગામે બનવા પામ્યો હતો .જેમાં ગત તા.14મી જુલાઈના રોજ ખરોદા ગામે મુડીયા ફળિયામાં રહેતા રેમાનભાઈ વરસીંગભાઈ બિલવાળે બાઇક પુરઝડપે હંકારતાં અચાનક બાઇક સ્લીપ ખાતાં બાઇક પરથી ફંગોળાઈ જતાં તેમને શરીરે  જીવલેણ ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યુ હતું.

આ સંબંધે ખરોડા ગામે મુડીયા ફળિયામાં રહેતા ગેદાલભાઈ વરસીંગભાઈ બિલવાળે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.