Gujarat
દિલ્હી બ્લાસ્ટ બાદ વડોદરા પોલીસના કોમ્બિંગ દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવ અને દારૂના કેસો મળ્યા
By GS TEAM
12 Nov 20251 min read
દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ વડોદરામાં પણ પોલીસ એલર્ટ થઈ છે અને ઠેક ઠેકાણે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info
દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ વડોદરામાં પણ પોલીસ એલર્ટ થઈ છે અને ઠેક ઠેકાણે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયા બાદ વડોદરામાં પણ પોલીસ એલર્ટ થઈ છે અને ઠેક ઠેકાણે કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે.
પોલીસના કોમ્બિંગ દરમિયાન આતંકવાદી પ્રવૃત્તિને લગતી કોઈ વિગતો મળતી નથી પરંતુ ગુનાહિત કૃત્યો હાથ લાગી રહ્યા છે. ગોરવા વિસ્તારમાં ગઈકાલે રાત્રે મધુનગર તેમજ આસપાસના વિસ્તારમાં પોલીસની ટીમો દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન પોલીસે ડ્રીંક એન્ડ ડ્રાઇવના ત્રણ કેસ કર્યા હતા. જ્યારે ત્રણ મકાનમાંથી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત પોલીસે 8 વાહનો પણ કબજે કર્યા હતા અને તમામની સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.