Gujarat

જામનગરમાં ભંગાર રાખવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક વૃદ્ધ મહિલાનું બે પાડોશીઓએ હુમલો કરી નાક ભાંગી નાખ્યું

By GS TEAM
2 Mar 20261 min read
TukuTouch Logo
જામનગરમાં ઘાચી વાડ વિસ્તારમાં રહેતી 60 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર તેના પાડોશમાં રહેતા ભંગારના વિક્રેતા બે શખ્સોએ શેરીમાં ભંગાર રાખવાના પ્રશ્ને તકરાર કરી નાક ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં ભંગાર રાખવાના પ્રશ્ને બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક વૃદ્ધ મહિલાનું બે પાડોશીઓએ હુમલો કરી નાક ભાંગી નાખ્યું

Jamnagar Crime : જામનગરમાં ઘાચી વાડ વિસ્તારમાં રહેતી 60 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર તેના પાડોશમાં રહેતા ભંગારના વિક્રેતા બે શખ્સોએ શેરીમાં ભંગાર રાખવાના પ્રશ્ને તકરાર કરી નાક ભાંગી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં ઘાચીવાડ આંબલી શેરીમાં રહેતા નસીમાંબેન હનીફભાઈ નામના 60 વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના ઉપર લોખંડના પાઇપ વડે નાક ઉપર પ્રહાર કરી નાક ભાંગી નાખવા અંગે પોતાના પાડોશમાં જ રહેતા ફહીમ મકવાણા અને હુસેનભાઇ મકવાણા સામે સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જયારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડાયા છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી નસીમાબેનના પાડોશમાં રહેતા બે શખ્સો કે જેઓ ભંગારનો વેપાર કરે છે, તેઓએ નશીમાબેનના ઘર પાસે ભંગાર રાખ્યો હોવાથી તે ઉપાડી લેવાનું કહેતા બંને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.