Get The App

જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ આજે સંભાળ્યો ચાર્જ 1 - image

Jamnagar Corporation : જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે ફરજ બજાવતા ડી.એન.મોદીના બદલી આદેશ બાદ સ્થળાંતર થતાં તેઓએ ગત શનિવારે સાંજે પોતાના હોદાનો ચાર્જ મુક્ત કર્યો હતો. ત્યારબાદ આજે જામનગર મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દીપેશ કેડિયાએ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો હતો.

આજે સવારે મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચેલા નવા કમિશ્નર દીપેશ કેડિયાએ સૌપ્રથમ કમિશ્નર કચેરી તેમજ વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે સત્તાવાર રીતે પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો.

ચાર્જ સંભાળ્યા બાદ નવા કમિશ્નરે પોતાના પર્સનલ આસિસ્ટન્ટ સહિત અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક યોજી હતી અને શહેરના વહીવટી કાર્યો, ચાલી રહેલા વિકાસકામો તેમજ મહાનગરપાલિકાની કામગીરી અંગે માહિતી મેળવી હતી. નવા કમિશ્નર દીપેશ કેડિયાના આગમનથી મહાનગરપાલિકાની કામગીરીમાં વધુ ગતિ અને સુચારુ વહીવટની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.