Gujarat

પાદરા તાલુકાના વડુ ગામે 25 વર્ષ અગાઉ બનેલી જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવાઇ

By GS TEAM
23 Dec 20252 mins read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના પદરા તાલુકામાં વડુ ગામે આવેલી અને 25 વર્ષ અગાઉ બનેલી પાણીની ટાંકી જર્જરિત થઈ જતા સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાને લઈને ઉતારી લેવાઇ હતી. ત્યારે એકત્ર થયેલા ગ્રામજનોએ ચીચીયારી પાડી ખુશી વ્યક્ત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

પાદરા તાલુકાના વડુ ગામે 25 વર્ષ અગાઉ બનેલી જર્જરિત પાણીની ટાંકી તંત્ર દ્વારા ઉતારી લેવાઇ

Vadodara : વડોદરા જિલ્લાના પદરા તાલુકામાં વડુ ગામે આવેલી અને 25 વર્ષ અગાઉ બનેલી પાણીની ટાંકી જર્જરિત થઈ જતા સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાને લઈને ઉતારી લેવાઇ હતી. ત્યારે એકત્ર થયેલા ગ્રામજનોએ ચીચીયારી પાડી ખુશી વ્યક્ત કરી હતી. અનિચ્છનીય બનાવને પોલીસ ટીમે બંદોબસ્ત જાળવ્યો હતો. આ વખતે સલામતીના કારણોસર ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ વાન, તથા વીજ કંપનીના કર્મીઓને હડે પગે રખાયા હતા.

ઉલ્લેખનીય છે કે, શહેર નજીક પાદરા તાલુકામાં વડુ ગામે આવેલી અને 25 વર્ષ અગાઉ બનેલી અને છેલ્લા કેટલાય વખતથી આ ટાંકી જર્જરિત થઈ જતા સ્થાનિક રહેવાસીઓની સલામતીને ધ્યાને લઈને ઉતારી લેવાઇ હતી. ત્યારે એકત્ર થયેલા ગ્રામજનોએ ચીચીયારી પાડી ખુશી વ્યક્ત કરી હતી. અનિચ્છનીય બનાવને પોલીસ ટીમે બંદોબસ્ત જાળવ્યો હતો. આ વખતે સલામતીના કારણોસર ફાયર બ્રિગેડ ટીમ, એમ્બ્યુલન્સ વાન, તથા વીજ કંપનીના કર્મીઓને ખડે પગે તૈનાત રખાયા હતા.

શહેર નજીક પદરા તાલુકાના વડુ ગામે ગ્રામજનોને નિયમિત પાણી મળે એ અંગે ટાંકી બનાવવામાં આવી આવેલી અંદાજે 25 વર્ષ અગાઉ બનેલી પાણીની ટાંકી લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી. ટાંકીના ભાગોમાં તિરાડો પડી જવા, કોંક્રિટ ખસવા અને લોખંડના સળિયા બહાર દેખાવા જેવી પરિસ્થિતિ સર્જાતાં સ્થાનિક રહેવાસીઓમાં ભયની લાગણી ફેલાઈ હતી. પ્રશાસનની સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત ગ્રામજનોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ભવિષ્યમાં નવી, મજબૂત પાણીની સુવિધા ઊભી કરવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.