Gujarat

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન

By GS TEAM
28 Mar 20261 min read
TukuTouch Logo
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક અને આરામદાયક બનાવવા વડોદરા રેલવે સ્ટેશન પર નિર્મિત આધુનિક ડિજિટલ લોન્જનું આજે સાંસદ ડો. હેમાંગ જોષીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર ડિજિટલ લોન્જનું ઉદ્ઘાટન

Western Railway : પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા મુસાફરોની સુવિધાઓને વધુ આધુનિક અને આરામદાયક બનાવવા વડોદરા રેલવે સ્ટેશન પર નિર્મિત આધુનિક ડિજિટલ લોન્જનું આજે  સાંસદ ડો. હેમાંગ જોષીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. 

વાણિજ્ય વિભાગ દ્વારા તૈયાર કરાયેલ આ ડિજિટલ લોન્જ ભારતીય રેલવેમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ કેન્દ્ર ગણાય છે.

 વરિષ્ઠ મંડળ વાણિજ્યિક પ્રબંધક નરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેમાં આ પ્રકારનું આ બીજું ડિજિટલ લોન્જ છે, જે મુસાફરોને પ્રીમિયમ અને આરામદાયક વેઇટિંગ અનુભવ આપશે. લોન્જમાં આધુનિક બેઠકોની વ્યવસ્થા, કોન્ફરન્સ રૂમ, રિફ્રેશમેન્ટ સહિત વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.