ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં ત્રણ અકસ્માતોના બનાવમાં કુલ 5ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dholka Kheda Highway Bike Accident: ધોળકા-ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા વાહન ચાલકની ટકકરે બાઈક પર સવાર બે લોકો રોડ પર પટકાતા કરુણ મોતનીપજ્યા છે. ધોળકા પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી છે.
ધોળકા-ખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક સહિત 2ના મોત
અમદાવાદ ગ્રામ્યમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બાવળા પાસે ટ્રક પાછળ ડમ્પર ભટકાતા બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે બગોદરા ધંધુકા હાઇવે પર કાર પલટી ખાતા એકનું મોત નીપજ્યું હતું. આ બધા વચ્ચે ધોળકા ખેડા હાઇવે પર બાઈક અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે.
આમ, અમદાવાદ ગ્રામ્યમાં બે દિવસમાં અલગ-અલગ ત્રણ અકસ્માતોના બનાવમાં કુલ પાંચ લોકોના મોત નિપજ્યા છે.








