Get The App

કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા રિપોર્ટ તૈયાર કરાશેઃ સુત્ર

પંદર દિવસમાં રૂપિયા સાત કરોડ નો વિદેશી દારૂ જપ્ત કરાતા પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ ખુલ્લી પડી હતી

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે 1 - image

અમદાવાદ,સોમવાર

કચ્છમાં રાજ્ય પોલીસ વડાની ડૉ. કે એલ એન રાવની બે દિવસની મુલાકાત પહેલા  અને ત્યારબાદ બીજા જ દિવસ દરમિયાનના સમયગાળામાં સાત કરોડ વિદેશી દારૂ જપ્ત થવાના મામલે ગૃહ વિભાગે ગંભીર નોંધ લીધી છે. જે અનુસંધાનમાં ખુદ ડીજીપી પણ કચ્છમાં બેરોકટોક રીતે દારૂની હેરફેર થવાના મામલે નારાજ હોવાથી આગામી દિવસોમાં  સ્ટેટ મોનીટરીંગ સેલ પાસેથી સમગ્ર કચ્છ જિલ્લાનો રિપોર્ટ મેળવીને બેદરકાર પોલીસ અધિકારીઓને અન્ય જિલ્લાઓમાં બદલી કરવા સુધીની કાર્યવાહી કરવા માટે સુચના આપી છે. સાથેસાથે તેમણે મુલાકાત દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ ક્લાસ લીધો હોવાનું જાણવા મળ્યું છે.

કચ્છમાં બેદરકાર પોલીસ અધિકારીઓનીે અન્ય જિલ્લાઓમાં સજા રૂપે બદલી કરાશે 2 - imageકચ્છમાં ત્રણ દિવસ પહેલા ડીજીપી ડૉ. કે એલ એન રાવની કચ્છની મુલાકાત પહેલા જ પધ્ધર પોલીસ સ્ટેશનની  હદમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને ચાર કરોડનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, ડીજીની મુલાકાત પૂર્ણ થયાના બીજા દિવસે ભચાઉ પોલીસ સ્ટેશનની હદમાંથી એક કરોડના વિદેશી દારૂ સહિત ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

આમ, છેલ્લાં પંદર દિવસમાં કચ્છમાંથી આશરે સાત કરોડ ઉપરાંતનો વિદેશી જપ્ત કરવામાં આવતા સમગ્ર કચ્છ જિલ્લા પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ છતી થવાના મામલે રાજ્યના ગૃહવિભાગે સ્ટેટ મોનીટરીંગ સેલના રિપોર્ટના આધારે ગંભીર નોંધ લીધી છે. જેના આધારે ડીજીપી સાથે મિટીંગ કરીને આ કચ્છમાં વિદેશી દારૂના નેટવર્ક મામલે આકરી કાર્યવાગી કરવા માટે સુચના આપી છે. જેથી હવે કચ્છ પોલીસના બેદરકાર અને વિવાદાસ્પદ પોલીસ અધિકારી અને સ્ટાફ તેમજ વહીવટદારો અંગે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીનો સોપવામાં આવશે. જેમાં જિલ્લામાં આંતરિક બદલીઓ જ નહી પણ અન્ય અન્ય જિલ્લામાં સજાના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવશે.