Get The App

ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા

Updated: Mar 21st, 2026

GS TEAM

Google News
Google News
ગોત્રીની 3189 ફૂટ જમીન પડાવવા ડેવલોપરે બાેગસ સહીઓ કરાવી નકશા મંજૂર કરાવી લીધા 1 - image

વડોદરાઃ શહેરના ગોત્રી વિસ્તારની જમીનમાં કોમ્પ્લેક્સ બનાવવા માટે ડેવલપમેન્ટ કરાર કરનાર પેઢી અને મૂળ જમીન માલિકના પાવર ઓફ એટર્ની ધરાવતા શખ્સે બોગસ દસ્તાવેજો કરી રજાચિઠ્ઠી મેળવતાં પોલીસ ફરિયાદ થઇ છે.

જૂનાપાદરા રોડની મેઘ ધનુષ્ય  સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષના એસ્ટેટ બ્રોકર ભૂપેન્દ્રભાઇ દલવાડીએ પોલીસને કહ્યું છે કે, મારા દાદાએ વર્ષ-૧૯૮૧માં ગોત્રીની ૧૦૮૮૯ ફૂટ જમીન ઉપર બાંધકામ કરવા રજાચિઠ્ઠી માગી હતી.તેમનું અવસાન થતાં મારા પિતા મદનલાલે રજાચિઠ્ઠી છોડાવી હતી.જેમાં જમીન કપાતમાં જતી હોવાથી સંપાદન વખતે ૩૧૮૯ ફૂટ ભાગનું વળતર મળશે તેવી શરત હતી.

બ્રોકરે કહ્યું છે કે,આ પૈકી ૭૭૦૦ ફૂટ જમીન સેવાસીના અરવિંદ રતિલાલ પટેલ અને પ્રવિણ ડાહ્યાભાઇ પટેલને રૃ.૪.૯૨ લાખમાં વેચી હતી.જેથી બાકીની ૩૧૮૯ ફૂટ જમીનના વળતર માટે અમારો અધિકાર હતો.જમીન લેનારે આ જમીન પર રૃક્ષ્મણી કોમ્પ્લેક્સ બનાવવા માટે રવિ ચન્દ્રકાન્ત પટેલ(રવિ ફાર્મ,ખાનપુર)ને આપી ક્રિષ્ણા એન્ટરપ્રાઇઝ ના નામે પેઢી બનાવી હતી.

તેમણે મારા પિતાનો પાવર ઓફ એટર્ની ધરાવતા મનહરસિંહ ઉર્ફે મહેશ નાનભા ઝાલા(મંગલ દિપ સોસાયટી,ઓપી રોડ)ને હાથમાં લઇ પિતાની બોગસ સહીઓ અને કબૂલાત રજી કરીને રિવાઇઝ નકશા મંજૂર કરાવ્યા હતા.જેને કારણે વળતર જતું કરવાથી પેઢીને એક માળ વધારાની એફએસઆઇ મળી હતી.આમ બોગસ ડોક્યુમેન્ટથી અમને રૃ.૧.૮૮ કરોડનું નુકસાન થયું છે.પોલીસે ચારેય જણા સામે ગુનો નોંધ્યો છે.