Gujarat

કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું : ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત

By GS TEAM
25 Apr 20261 min read
TukuTouch Logo
પોલીસે દસ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 6 લાખ 43 હજારની માલમતા કબજે કરી

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના મેટીયા ગામમાં રહેણાક મકાનમાંથી જુગારધામ પકડાયું  :  ગંજીપાના વડે જુગાર રમી રહેલા 10 આરોપીઓની અટકાયત

Jamnagar Gambling Raid : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મેટીયા ગામમાં રહેતા જયદીપસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાક મકાનમાં જુગાર ધામ ચલાવાઈ રહ્યું છે, અને કાલાવડ અને રાજકોટ પંથકના કેટલાક જુગારીઓને એકત્ર કરીને જુગારનો અખાડો ચલાવવામાં આવી રહ્યો છે, તેવી બાતમીના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસે દરોડો પાડ્યો હતો, અને દસ આરોપીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 6 લાખ 43 હજારની માલમતા કબજે કરી છે.

 જામનગર જિલ્લા પોલીસ દ્વારા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે દરોડા દરમિયાન જયદિપસિંહ હરદેવસિંહ જાડેજા ઉ.વ.28 ધંધો ખેતી (રહે-મેટીયા ગામ, તા-કાલાવડ જી.જામનગર), રવિરાજભાઇ જયેશભાઇ રાઠોડ  (રહે-સ્વામિનારાયણ ચોક, પી.ડી.એમ કોલેજ પાસે, રાજકોટ), સમીરભાઇ મનુભાઈ સોરઠીયા (ઉ.વ.42, રહે-ન્યુ શમેશ્વરનગર-4 પીપળીયા હોલ મેઇન રોડ, રાજકોટ), હિતેષભાઇ જેન્તીભાઇ વાઘેલા (ઉ.વ.34, રહે-નવલનગર શેરી નં.2, મવડી મેઇન રોડ, રાજકોટ), દિનેશભાઇ સોંડાભાઈ ગૌલતર (ઉ.વ.43, રહે-રામજી મંદિરની બાજુમાં, કાલાવડ રોડ, મોટા મૌવા રાજકોટ), અશ્વીનભાઇ રમણીકભાઇ નંદા (ઉ.વ.54, રહે-ઓસ્વાલ કોલોની-1, એફીલ ટાવર જામનગર), રજનીકાંતભાઇ વિઠ્ઠલભાઇ સાંગાણી (ઉ.વ.44, રહે-શાંતિનગર-4, જનતા ફાટક જામનગર), સુનિલભાઇ દિનેશભાઇ સોંદરવા (ઉ.વ.32, રહે-કૃષ્ણનગર-6, 103 સીટી હાઇટસ એપાર્ટમેન્ટ, મોવડી, રાજકોટ), મહ્મવિરસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ.35, રહે-રાધેકૃષ્ણ સોસાયટી શેરી નં.5, આજીડેમ પાસે, રાજકોટ), અને દિપકભાઇ રમણીકભાઈ પાંભર (ઉ.વ.35, રહે-વેરતીયા ગામ તા. જી.જામનગર) ની અટકાયત કરી લઈ રૂપિયા 6.43 લાખની માલ મત્તા કબજે કરી છે.