Get The App

ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
ટેકનોલોજી ફેકલ્ટી માટે 700 વધુ બેઠકોની સરકાર સમક્ષ માગણી 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં નવા શૈક્ષણિક વર્ષથી ૭૦૦ બેઠકોનો ઉમેરો કરવાનો પ્રસ્તાવ સત્તાધીશોએ સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ મૂકયો છે.

મળતી વિગતો પ્રમાણે ટેકનોલોજી ફેકલ્ટીમાં અત્યારે બેચલર ઓફ એન્જિનિયરિંગની વિવિધ બ્રાન્ચ માટે ૭૦૦ બેઠકો  છે.હવે સત્તાધીશો એઆઈ, ડેટાસાયન્સ, મેકાટ્રોનિક્સ,  ઈન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ એન્ડ સસ્ટેનેબલ મેનેજમેન્ટ એમ ચાર નવા અભ્યાસક્રમ શરુ કરવા માગે છે.આ માટે દરેક અભ્યાસક્રમ દીઠ ૬૦ બેઠકોની માંગણી કરવામાં આવી છે.

તેની સાથે સાથે વર્તમાન અભ્યાસક્રમોમાં પણ  ૬૦-૬૦ બેઠકો વધારવા માટેનો પ્રસ્તાવ છે.આમ કુલ મળીને ૭૦૦ બેઠકો વધારવા માટે સરકારમાં રજૂઆત કરાઈ છે.જોકે સત્તાધીશો નવા અભ્યાસક્રમો સેલ્ફ ફાઈનાન્સની જગ્યાએ ગ્રાન્ટ ઈન એઈડ અભ્યાસક્રમો તરીકે ચલાવવા માગે છે.આ માટે સરકાર પાસે વધારાના અધ્યાપકોની માગણીનો પણ પ્રસ્તાવમાં સમાવેશ કરાયો છે.

જોકે આ પ્રસ્તાવ પર સરકારે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી.સરકાર નવા અભ્યાસક્રમોને મંજૂરી આપે તો પણ હાયર પેમેન્ટ કોર્સ તરીકે આપે તેવી શક્યતા વધારે છે.