મનપાના 50 થી વધુ આઉટસોર્સના કર્મચારીઓને પગાર આપવામાં વિલંબ

- 10 મી સુધીમાં એજન્સીએ કર્મચારીઓને પગાર ચુકવવાનો હોય છે
- સુરતની અબાઉન્ડ આઈ.ટી. સર્વિસ નામની એજન્સીએ પગાર નહીં આપતા કર્મચારીઓએ અધિકારીને રજૂઆત કરી
મહાપાલિકામાં ફરજ બજાવતા આઉટસોર્સના કર્મચારીઓને તા. ૧૦ નવેમ્બર સુધીમાં ગત માસનો પગાર એજન્સીએ ચુકવી દેવાનો હોય છે પરંતુ આજે તા. ર૧ નવેમ્બર સુધી સુરતની અબાઉન્ડ આઈ.ટી. સર્વિસ નામની એજન્સીએ પ૦થી આઉટસોર્સના કર્મચારીઓનો પગાર ચુકવ્યો ન હતો તેથી કર્મચારીઓમાં ભારે નારાજગી ફેલાઈ હતી. આ બાબતે આઉટસોર્સના કર્મચારીઓ આજે શુક્રવારે અધિકારીને રજૂઆત કરવા માટે ગયા હતા અને પગારના મામલે રજૂઆત કરી હોવાનુ સુત્રોએ જણાવેલ છે.
આઉટસોર્સના કર્મચારીઓનો પગાર સમયસર એજન્સી દ્વારા ચુકવવામાં આવતો નથી ત્યારે મહાપાલિકાએ તપાસ કરી એજન્સી સામે કડક પગલા લેવા જોઈએ તેમ કર્મચારીઓમાં ચર્ચાય રહ્યુ છે.
એજન્સી પાસેથી 11 દિવસની પેનલ્ટી વસુલવામાં આવશે : અધિકારી
ભાવનગર મહાપાલિકાએ અબાઉન્ડ આઈ.ટી. એજન્સીને આઉટસોર્સ કર્મચારીનો કોન્ટ્રાકટ આપ્યો છે અને તેઓનું બેંક એકાઉન્ટ ફીઝ થઈ જતા પગાર ચુકવ્યો નથી. આજે શુક્રવારથી પગાર ચુકવણી એજન્સીએ શરૂ કરી છે પરંતુ સમયસર પગાર નહીં કરતા એક કર્મચારીના રૂા. પ૦ લેખે ૧૧ દિવસની પેનલ્ટી વસુલવામાં આવશે તેમ માહિતી આપતા સહાયક કમિશનર એમ.એમ.હિરપરાએ જણાવેલ છે.









