Gujarat

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો

By GS TEAM
22 May 20261 min read
TukuTouch Logo
વર્ષ દરમિયાન 3079 લોકોએ ઓનલાઈન પ્રક્રિયા કરી IDP મેળવ્યું, ગયા વર્ષે આ આંકડો 3546 હતો

Summarized by AI; it may make mistakes. Check important info

ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવતા અરજદારોની સંખ્યામાં ઘટાડો

Vadodara : ડિજિટલ સુવિધાઓ વધતા ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP) માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા સરળ બની રહી છે. જોકે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન IDP મેળવનાર અરજદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

તા.1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 દરમિયાન કુલ 3079 અરજદારોએ ઘરે બેઠા ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ મેળવ્યું હતું. જ્યારે તેના અગાઉના નાણાકીય વર્ષ તા.1 એપ્રિલ 2024 થી 31 માર્ચ 2025 દરમિયાન 3546 અરજદારોએ આ સુવિધાનો લાભ લીધો હતો.

આ રીતે એક વર્ષમાં 467 અરજદારોનો ઘટાડો નોંધાયો છે. વિદેશ અભ્યાસ, નોકરી અને પ્રવાસ માટે જતાં લોકોમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટની માગ યથાવત છે.