Gujarat

યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ

By GS TEAM
20 May 20261 min read
યુનિ.ની પરીક્ષામાં કાપલી કરનારા ઘટયા, આ વખતે માત્ર ૧૪૬ કોપી કેસ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની એપ્રિલ- મેમાં લેવાયેલી પરીક્ષાઓમાં અત્યાર સુધીમાં ૧૪૬ વિદ્યાર્થીઓની સામે પરીક્ષામાં ચોરી કરવાના કેસ થયા છે.

સામાન્ય રીતે એન્ડ સેમેસ્ટર પરીક્ષાઓમાં કાપલી સાથે પકડાતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૦ કરતા વધારે રહેતી હોય છે.ગત પરીક્ષામાં પણ ૨૬૦ જેટલા વિદ્યાર્થીઓની સામે કોપી કેસ થયા હતા.જોકે આ વખતે કાપલીબાજ વિદ્યાર્થીઓની સંખ્યામાં જોવા મળેલો ઘટાડો આશ્ચર્યજનક છે.વિદ્યાર્થીઓએ કાપલી કરવાનું ઓછુ કરી નાંખ્યું કે યુનિવર્સિટી દ્વારા હવે પહેલાની જેમ  પરીક્ષા દરમિયાન ચેકિંગ કરવામાં નથી આવતું તે મુદ્દો ચર્ચાનો વિષય બની શકે છે.મળતી જાણકારી પ્રમાણે આ વખતે પણ પરીક્ષા પહેલા  વિજિલન્સ સ્કવોડ બનાવવામાં આવી હતી અને તેના દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું.આ વખતે પણ ગેરરીતિના સૌથી વધુ કેસ કોમર્સ ફેકલ્ટીના ૮૯ વિદ્યાર્થીઓ સામે થયા છે.કેટલીક ફેકલ્ટીઓ એવી છે જેની પરીક્ષામાં અત્યાર સુધીમાં એક પણ વિદ્યાર્થી ચોરી કરતા પકડાયો નથી.જેમાં  એજ્યુકેશન, જર્નાલિઝમ, ફાર્મસી, સંસ્કૃત મહાવિદ્યાલય, ફાઈન આર્ટસ, સોશ્યલ વર્ક અને મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.

કઈ ફેકલ્ટીમાં કેટલા કોપી કેસ

ફેકલ્ટી સંખ્યા

આર્ટસ ૧૮

કોમર્સ ૮૯

હોમસાયન્સ

લો

સાયન્સ ૧૪

ટેકનોલોજી ૧૪

પોલીટેકનિક