Gujarat

કોરોનાના કેસમાં સતત ચોથા દિવસે ઘટાડો પરંતુ મૃત્યુઆંકમાં વધારો

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
કોરોનાના કેસમાં સતત ચોથા દિવસે ઘટાડો પરંતુ મૃત્યુઆંકમાં વધારો

અમદાવાદ, સોમવાર

ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૩૮૦૫ નવા કેસ નોંધાયા છે. આમ, બે દિવસમાં જ રાજ્યમાં કોરોનાના કેસમાં શુક્રવારની સરખામણીએ હવે ૪૦%નો રાહતજનક ઘટાડો થયો છે. જોકે, કોરોનાથી થઇ રહેલા મૃત્યુમાં સતત વધારો ચિંતા સમાન છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.ગત વર્ષની ૩૦ મે એટલે કે ૨૩૯ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલો આ સૌથી વધુ દૈનિક મરણાંક છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ ૬, સુરત-વડોદરામાંથી ૪, જામનગરમાંથી ૩, રાજકોટ-ભાવનગરમાંથી બે,કચ્છ-મહેસાણા-પંચમહાલ-વલસાડમાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક ૧૦,૨૭૪ થયો છે. આ પૈકી જાન્યુઆરીના ૨૪ દિવસમાં જ ૧૫૬ વ્યક્તિ કોરોના સામે જીવ ગુમાવી ચૂકી છે. ગુજરાતમાંથી અત્યારસુધી માત્ર અમદાવાદમાં કુલ ૩૪૬૦ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ૪૩૬૧-ગ્રામ્યમાં ૮૦ સાથે સૌથી વધુ ૪૪૪૧ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાંથી અન્યત્ર વડોદરા શહેરમાં ૨૫૩૪-ગ્રામ્યમાં ૭૨૧ સાથે ૩૨૫૫, સુરત શહેરમાં ૧૧૩૬-ગ્રામ્યમાં ૨૩૮ સાથે ૧૩૭૪, રાજકોટ શહેરમાં ૮૮૯-ગ્રામ્યમાં ૨૬૦ ૧૧૪૯, ગાંધીનગર શહેરમાં ૩૨૫-ગ્રામ્યમાં ૧૪૮ સાથે ૪૭૩, ભાવનગર શહેરમાં ૨૯૫-ગ્રામ્યમાં ૨૭ સાથે ૩૨૨, કચ્છમાં ૨૮૨, મોરબીમાં ૨૬૭, પાટણમાં ૨૪૨, મહેસાણામાં ૨૩૧, ભરૃચમાં ૧૯૦, જામનગર શહેરમાં ૧૪૦-ગ્રામ્યમાં ૪૩ સાથે ૧૮૩નવસારીમાં ૧૬૦, બનાસકાંઠામાં ૧૫૬, આણંદમાં ૧૫૦, વલસાડમાં ૧૪૧, સુરેન્દ્રનગરમાં ૧૧૩, અમરેલીમાં ૧૦૯, ખેડામાં ૮૯,જુનાગઢ શહેરમાં ૫૪-ગ્રામ્યમાં ૩૧ સાથે ૮૫, પંચમહાલમાં ૭૬, નર્મદામાં ૫૭, પોરબંદરમાં ૫૨, સાબરકાંઠામાં ૪૫, ગીર સોમનાથમાં ૪૩, દાહોદમાં ૩૯, તાપીમાં ૧૯, છોટા ઉદેપુર-મહીસાગરમાં ૧૭, અરવલ્લીમાં ૧૪, દેવભૂમિ દ્વારકામાં ૭, બોટાદમાં ૬, ડાંગમાં ૧ નવા કેસ  સામે આવ્યા હતા.

આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૧૦,૭૬, ૩૬૦ થયા છે. આ પૈકી જાન્યુઆરીના ૨૪ દિવસમાં ૨,૪૪,૬૨૮ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. રાજ્યમાં હાલ ૧,૩૫,૨૪૮ એક્ટિવ કેસ છે અને ૨૮૪ દર્દી વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ ૫૨૨૩૧ વ્યક્તિ  કોરોનાની સારવાર હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩૪૬૯ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. અત્યારસુધી કુલ ૯,૩૦,૯૩૮ દર્દીએ કોરોનાને હરાવ્યો છે અને સાજા થવાનો દર ૮૬.૪૯% છે.

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો            નવા    એક્ટિવ

અમદાવાદ     ૪,૪૪૧ ૫૨,૨૩૧

વડોદરા        ૩,૨૫૫ ૨૦,૭૬૨

સુરત           ૧,૩૭૪ ૨૦,૯૧૨

રાજકોટ         ૧,૧૪૯ ૯,૮૪૫

ગાંધીનગર      ૪૭૩   ૪,૬૧૪

ભાવનગર      ૩૨૨   ૩,૨૩૧

કચ્છ            ૨૮૨   ૧,૩૬૮

મોરબી          ૨૬૭   ૧,૭૮૦

પાટણ           ૨૪૨   ૧,૩૫૯

મહેસાણા        ૨૩૧   ૧,૮૯૮