દમણ ભારતીય તટરક્ષક દળનું સફળ રેસ્ક્યુ ઓપરેશન : નવસારીના દરિયામાં ડૂબતી બોટમાંથી 9 માછીમારોનો આબાદ બચાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navsari News : નવસારીના ધોલાઈ બંદરથી માછીમારી કરવા ગયેલી જય માલા બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારતીય તટરક્ષક વાયુ સ્ટેશન, દમણની ટીમ દ્વારા સમુદ્રમાં એક મોટી દુર્ઘટના ટાળીને ડૂબી રહેલી માછીમારી બોટમાંથી 09 માછીમારોને સફળતાપૂર્વક સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તટરક્ષક દળની ત્વરિત અને સુસંકલિત કામગીરીના પરિણામે તમામ માછીમારોના જીવ બચી ગયા છે.
આજે મંગળવારે દમણ કોસ્ટ ગાડે એર સ્ટેશનને એક ભારતીય ફિશિંગ બોટ દરિયામાં ડૂબી રહી હોવાની અને તેમાં 9 માછીમારો ફસાયા હોવાની તાકીદની માહિતી મળી હતી.
માહિતી મળતાં જ વિલંબ કયા વગર તટરક્ષક દળે ચેતક હેલિકોપ્ટરને ઘટનાસ્થળે રવાના ક્યું હતું. હેલિકોપ્ટરે નિધારિત સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ ક્યું અને તમામ 9 માછીમારોને સલામત રીતે એરલિફ્ટ કરી લીધા.
બચાવ કામગીરી દરમિયાન 3 માછીમારોને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જણાયું હતું. તમામ માછીમારોને દમણ એર સ્ટેશન લાવવામાં આવ્યા હતા, કૃષ્ણપુર ગામના ઈજાગ્રસ્ત માછીમારોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ભારતીય તટરક્ષક દળની આ ત્વરિત કામગીરીએ સમુદ્રમાં માછીમારો અને નાવિકોની સુરક્ષા તથા જીવન રક્ષા પ્રત્યની તેમની અતુટ પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી છે.









