Gujarat

દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું

By GS TEAM
19 Nov 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદ 9.9 ડિગ્રીમાં ઠુંઠવાયું, 10 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું, અમદાવાદમાં 13.5 નોંધાયું

Weather news : ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે અને 10 શહેરમાં 15 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાક બાદ ચાર દિવસ સુધી સરેરાશ લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે.

દાહોદ ઠંડુગાર 

ગત રાત્રિના દાહોદમાં 9.9 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. વર્તમાન સિઝનમાં ગુજરાતમાં નોંધાયેલું આ સૌથી નીચું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.9 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 

અમદાવાદમાં કેટલી ઠંડી? 

અમદાવાદમાં ગત રાત્રિના 13.5 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. ગત રાત્રિના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.5 ડિગ્રીનો ઘટાડો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં ઠંડીમાં આંશિક ઘટાડો થવાનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે.