Gujarat

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી

By GS TEAM
7 Jan 20261 min read
TukuTouch Logo
દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો, પોલીસકર્મીને કુહાડી મારી

Dahod News: દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે. આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, દાહોદ રૂરલ પોલીસની ટીમ બાતમીના આધારે સાંગા ગામે દારૂની રેડ કરવા પહોંચી હતી. પોલીસને જોઈ બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો. 'તમે વારંવાર અહીં કેમ રેડ કરવા આવો છો?' તેમ કહી બોલાચાલી કરી હતી અને અચાનક બાજુમાં પડેલી કુહાડી વડે પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો.

પોલીસકર્મી લોહીલુહાણ, હોસ્પિટલમાં દાખલ

બુટલેગરે ગુસ્સામાં આવી કુહાડીનો ઘા સીધો પોલીસકર્મીના માથાના ભાગે ઝીંક્યો હતો, જેના કારણે તેઓ સ્થળ પર જ લોહીલુહાણ થઈ ઢળી પડ્યા હતા, ઈજાગ્રસ્ત પોલીસ જવાનને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમના માથાના ભાગે ઘણા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં ‘કોહલી મેનિયા’: એરપોર્ટ પર વિરાટને જોવા કીડીયારું ઉભરાયું, સુરક્ષાકર્મીઓને પરસેવો છૂટ્યો

હુમલાખોર બુટલેગર હાલ ફરાર

પોલીસ પર હુમલો કર્યા બાદ આરોપી બુટલેગર ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યો હતો. દાહોદ પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.