Gujarat

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક્ષા માંગી

By GS TEAM
14 Feb 20262 mins read
TukuTouch Logo
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાજકીય આલમમાં એક કિસ્સો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશના એક જાણીતા રાજકીય નેતાની પુત્રી સેલવાસના જ એક પરિણીત યુટ્યુબર સાથે ઘરેથી નીકળી ગયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના અને પ્રેમીના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દાદરા નગર હવેલી: દિગ્ગજ રાજકીય નેતાની પુત્રીએ પરિણીત યુટ્યુબર સાથે કર્યા લગ્ન, વીડિયો જાહેર કરી સુરક્ષા માંગી

Dadra Nagar Haveli: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં રાજકીય આલમમાં એક કિસ્સો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશના એક જાણીતા રાજકીય નેતાની પુત્રી સેલવાસના જ એક પરિણીત યુટ્યુબર સાથે ઘરેથી નીકળી ગયા બાદ બંનેએ લગ્ન કરી લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ મામલે યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના અને પ્રેમીના જીવને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

પ્રેમ લગ્ન બાદ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

વાઈરલ થયેલા વીડિયોમાં યુવતીએ સ્વીકાર્યું છે કે તેણે પોતાની મરજીથી યુટ્યુબર યુવક સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ જણાવ્યું કે તે સુરક્ષિત છે, પરંતુ તેને અને તેના પતિને તેના પરિવાર તરફથી જોખમ હોવાનું અનુભવાય છે. યુવતીએ પ્રશાસનને આજીજી કરી છે કે તેમને સુરક્ષા આપવામાં આવે.

કલેક્ટર અને પોલીસ વડાને નમ્ર અપીલ

યુવતીએ વીડિયોના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા (SP)ને સંબોધતા કહ્યું છે કે, તેના પતિના પરિવારને આ મામલે ખોટી રીતે હેરાન કરવામાં ન આવે. પરિવારના સભ્યો દ્વારા કોઈ માનસિક કે શારીરિક ત્રાસ આપવામાં ન આવે તે માટે પોલીસ દરમિયાનગીરી કરે.

આ પણ વાંચો: અમદાવાદ: સરખેજમાં કાર ખસેડવા બાબતે બોલાચાલી, સમાધાન માટે વસ્ત્રાપુર બોલાવી યુવક પર છરીથી હુમલો

રાજકીય ગલિયારાઓમાં ગરમાવો

આ ઘટનાને પગલે સમગ્ર સંઘપ્રદેશમાં અને ખાસ કરીને સેલવાસમાં ભારે ચકચાર મચી છે. યુવક પ્રોફેશનલ યુટ્યુબર હોવાને કારણે સ્થાનિક સ્તરે જાણીતો છે, જ્યારે યુવતી હાઈ-પ્રોફાઈલ રાજકીય પરિવારમાંથી આવતી હોવાથી આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પોલીસ આ મામલે કાયદેસરની પ્રક્રિયા અને યુવતીની સુરક્ષાને ધ્યાને રાખીને આગળની તપાસ કરી રહી હોવાનું મનાય છે.