Get The App

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી

ધી- ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપ બેંક લીના સિસ્ટમ હેક થવાનો મામલો

હેક કરેલા બેંક એકાઉન્ટમાં ૭.૩૪ કરોડ જેટલી રકમ ૧૩૫ બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવી હતીઃ સોફ્ટવેર સર્વિસ પ્રોવાઇડરની ઘોર બેદરકારી

Updated: Apr 18th, 2026

GS TEAM

Google News
Google News
ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી 1 - image

અમદાવાદ, શનિવાર

ભાવનગરની  ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંક લીમીટેડની  સિસ્ટમ સાયબર ક્રિમીનલ દ્વારા હેક કરીને બેંકના ચાર બેંક એકાઉન્ટમાં  ખાતાધારકોના મોબાઇલ નંબર બદલીને અન્ય મોબાઇલ નંબર એક્ટીવ કર્યા બાદ તેમાં છેતરપિંડીથી આવેલા ૭.૩૪ કરોડ રૂપિયાની માતબર રકમની હેરફેર કરવાના મામલે સ્ટેટ સાયબર ક્રાઇમે કાર્યવાહી હાથ ધરીને એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે.  સુત્રોના જણાવ્યા મુજબ આ કેસમાં બેંક તેમજ બેંકમાં સોફ્ટવેર સર્વિસ પુરી પાડનાર એજન્સી સાથે સંકળાયેલા લોકોની ઘોર બેદરકારીને કારણે આ ઘટના બની હતી. 

ભાવનગરમાં આવેલી ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેકના મુખ્ય ગણાતા કોર બેંકીંગ સર્વિસ સોફ્ટવેરની અંદર રહેલી કેટલીક ટેકનીકલ ખામીઓનો ગેરફાયદો ઉઠાવીને કોમ્પ્યુટરની સિસ્ટમ હેક કરીને બેંકના ખાતેદારોના ચાર બેંક એકાઉન્ટમાં રહેલા મોબાઇલ નંબર બદલીને તે બેંક એકાઉન્ટમાં  ઓનલાઇન છેતરપિંડીથી આવેલા ૭.૩૪ કરોડ જેટલા નાણાં જમા કરાવીને તે નાણાં દેશના અલગ અલગ ૧૩૪ જેટલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ તે નાણાં બ્લોક ચેઇનની મદદથી ક્રિપ્ટો દ્વારા વિદેશમાં લઇ જવાના કિસ્સામાં સ્ટેટ સાયબર ક્રાઇમે ગુનો નોંધીને ઉંડાણ પૂર્વક તપાસ કર્યા બાદ એક મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે.

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી 2 - imageજેમાં અદનાન ઉસ્માન શેખ (રહે. ફતેવાડી, સરખેજ), રૂબિના શેખ (રહે. ગુપ્તાનગર, વાસણા), સુશીલ મેઘવાલ (રહે. રખિયાલ, અમદાવાદ) અને કિશોર પરદેશી (રહે. શાંતીનગર, મલાડ, વેસ્ટ, મુંબઇ) નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. સાયબર ક્રિમીનલ દ્વારા ઉપરોક્ત આરોપીના મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેમના મોબાઇલ નંબરથી બેક એકાઉન્ટમાં લોગઇન કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. હાલ ચારેય બેંક એકાઉન્ટમાં બે કરોડની રકમ ફ્રીઝ કરવામાં આવી છે.

ચાઇના-રશિયાના IPથી લોગ ઇન કરીને એકાઉન્ટ ડીટેઇલ બદલવામાં આવી 3 - imageઆ સમગ્ર મામલે ચોંકાવનારી બાબત સામે આવી છે કે લોકોના કરોડો રૂપિયા જે બેંકમાં હોય તે બેંકના અધિકારીઓ અને સંચાલકોએ બેંકિંગ સિસ્ટમને મજબુત કરી શકે તેવી સોફ્ટવેર એજન્સી પાસે કામ કરાવવુ જોઇએ. પરંતુ, બેંકિંગ સિસ્ટમમાં રહેલી ખામીને કારણે ચાઇનીઝ ગેંગ દ્વારા એડમીનનો પાસવર્ડ હેક કરીને એકાઉન્ટમાં જ ફેરફાર કરવામાં આવ્યા હતા. સૌથી નવાઇની બાબત એ છે કે આ હેંકીગ ચાઇનીઝ , રશિયાના આઇપી એડ્રેસથી કરવામાં આવ્યું હતું. તેમ છતાંય, કોઇને ગંધ સુધ્ધા નહોતી આવી. પોલીસને તપાસ દરમિયાન બીજી ચોંકાવનારી વિગતો મળી હતી કે ચાઇનીઝ હેકર ગેંગ દ્વારા ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ સહિત દેશની ૧૬ થી ૧૭ જેટલી બેંકની સિસ્ટમ હેક કરવામાં આવી હતી. ત્યારે આ મામલે આગામી દિવસોમાં  મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.