- ઘોઘા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ
- પતિ-પત્ની બાઈક લઈને આનંદનગર તરફ જતા હતા તે દરમિયાન અકસ્માત સજ
ભાવનગર : રૂવાપરી રોડ પર મોટરસાયકલ સ્લીપ થઈ જતા દંપતી ખંડિત થયું હતું. ઈજાગ્રસ્તપતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પતિનું મોત નિપજ્યું હતું.
શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ રૂખડીયા હનુમાનજી મંદિર નજીક રહેતા ભારતીબેન મંગળભાઈ મકવાણા અને તેમના પતિ મંગળભાઈ મકવાણા પોતાની મોટરસાયકલ નંબર જીજે-૦૪-એફબી-૨૧૫૯ લઈને આનંદનગર ખાતે આવેલા મકાન પર આટો મારવા જઈ રહ્યા હતા તે દરમિયાન રૂવાપરી રોડ નજીક રોડ પર બમ્પ આવ્યો હતો અને મંગળભાઈએ અચાનક બ્રેક મારતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી અને અકસ્માત સર્જાતા દંપતિને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં મંગળભાઈનું સારવાર દરમિયાન મોત નિભ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક ના પત્નીએ ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


