Gujarat

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : નવા 80 પોઝિટિવ કેસ

By GS Team
5 Feb 20222 mins read
This article was originally published on 5 Feb 2022
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત : નવા 80 પોઝિટિવ કેસ

હિંમતનગર તા. 4

સાબરકાંઠા જિલ્લામાં શુક્રવારે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ નવા ૮૦ દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ૭૫ દર્દીઓ  હોમ આઈસોલેશનમાં રહી તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જયારે ૫ દર્દીઓ ઈડર, હિંમતનગર તથા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જિલ્લામાં એકિટવ કેસોની સંખ્યાનો આંક ૪૨૭ પર પહોચ્યો છે. જેમાં જિલ્લાના ૨૯૪ કેસો ગ્રામ્ય વિસ્તારના અને ૧૩૩ કેસ શહેરી વિસ્તારના નોંધાયા છે ત્યારે જિલ્લાના ૧૨૦ દર્દીઓ સાજા થતા સ્ચિાર્જ કરાયા છે.

હોટ સ્પોટ ગણાતા હિંમતનગર પંથકમાં સૌથી વધુ ૩૬ કેસો પૈકી ૧૩ મહિલા અને ૨૩ પુરૂષ દર્દીઓ કોરોનાથી સંક્રમીત બન્યા છે.જેમાં ૨૫ ગ્રામ્ય તથા ૧૧ શહેરી વિસ્તારના દર્દીઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ૩૬ પૈકી ૧ શહેરી અને ૧ ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૨ વૃધ્ધ દર્દીઓ હિંમતનગર અને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે ૩૪ દર્દીઓ તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે.

જયારે ઈડરમાં ૭ મહિલા અને ૧૦ પુરૂષ મળી કુલ ૧૭ પૈકી ગ્રામ્યના ૧૧ તથા શહેરના ૬ દર્દીઓ પૈકી ગાંઠીયોલ અને ચડાસણાના બે દર્દીઓ ઈડર અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જયારે ૧૫ દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ખેડબ્રહ્માની ૫ મહિલા અને ૪ પુરૂષ મળી કુલ ૯ પૈકી ગ્રામ્યના ૪ તથા શહેરી ૫ દર્દીઓ હોમ આઈશોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. પ્રાંતિજ ૧ મહિલા અને ૧ પુરૂષ મળી કુલ ૨ પૈકી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ કોરોનાથી સંક્રમીત બન્યા છે. તલોદ ૧ મહિલા અને ૬ પુરૂષ મળી કુલ ૬ પૈકી ગ્રામ્યના ૬ તથા શહેરના ૧ દર્દીઓ, વડાલી ૨ મહિલા અને ૩ પુરૂષ મળી કુલ ૫ પૈકી ગ્રામ્યના ૪ તથા શહેરના ૧ દર્દીઓ, વિજયનગરના ગ્રામ્ય વિસ્તારના ૧ મહિલા અને ૩ પુરૂષ જેમાં ૪ ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ કોરોના પોઝીટીવ આવતા તલોદની ૧ મહિલાને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તથા બાકીના હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે.

શુક્રવારે જિલ્લામાં ૩૦ મહિલા અને ૫૦ પુરૂષો મળી કુલ ૮૦ દર્દીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેશનમાં રહી તબીબોના માર્ગદર્શન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. જેમાં સૌથી વધુ ગ્રામ્ય વિસ્તારમાં ૫૬ દર્દીઓ તથા શહેરી વિસ્તારમાં ૨૪ વ્યકિતઓ કોરોનાથી સંક્રમીત બન્યા છે. અત્યાર સુધીમાં જીલ્લામાં ૯૧૪૨ કોરોના પોઝિટિવ દર્દીઓ પૈકી ૮૫૫૮ દર્દીઓ સારવાર મેળવ્યા બાદ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરાયા છે. જિલ્લામાં એકિટવ કેસોનો આંક ૪૨૭ પર રહ્યો છે. જયારે શુક્રવારે જિલ્લાના ૧૨૦ દર્દીઓ સાજા થતા તેમને ડિસચાર્જ કરાયા છે.