Gujarat

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેરઃ 23 પોઝિટિવ કેસો નોંધાયા

By GS Team
23 Jul 20201 min read
This article was originally published on 23 Jul 2020
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેરઃ 23 પોઝિટિવ કેસો નોંધાયા

ડીસા, તા. 22 જુલાઈ 2020, બુધવાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંકટ વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવની સંખ્યા સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૬૧૨ સુધી પહોંચી ગઈ છે.

બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા અટકવાનું નામ  લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખુબજ ચિંતાજનક છે ત્યારે બનાસકાંઠામાં વધુ ૨૩ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ૬૧૨ સુધી પહોંચી ગઈ છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાં થઈ રહેલા વધારાને લઈ તંત્ર પણ ચિંતિત બન્યું છે. જ્યારે હાલમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુરમાં કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. જેમાં ડીસામાં ૬ કેસ, દિયોદરમાં ૬ કેસ, વાવમાં ૫ કેસ, સુઈગામમાં ૩ કેસ, ભાભરમાં ૨ કેસ, ધાનેરામાં ૧ કેસ કોરોના પોઝિટિવ નોંધાયા હતા.