Gujarat

રસોઇયો સોનાની વીંટીઓ ચોરી ગયો,માલિકને ફોન કરી કહ્યું, કુરિયરથી વીંટીઓ મોકલી આપીશઃફોન સ્વીચઓફ કરી દીધો

By GS Team
11 Aug 20251 min read
This article was originally published on 11 Aug 2025
રસોઇયો સોનાની વીંટીઓ ચોરી ગયો,માલિકને ફોન કરી કહ્યું, કુરિયરથી વીંટીઓ મોકલી આપીશઃફોન  સ્વીચઓફ કરી દીધો

વડોદરાઃ શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં એલ્ડિયો પ્રિમેરો ખાતે રહેતા ખાનગી કંપનીના સિનિયર મેનેજર વિજયભાઇ મકવાણાએ  પોલીસને કહ્યું છે કે,૨૫ દિવસ પહેલાં મેં અને મારા સાઢુ ભાઇએ એક રસોઇયાને માસિક ૨૩ હજારના પગારથી રાખ્યો હતો.મયંક જગદીશચંદ્ર મહેતા(રત્ના  કો ઓ  સો.વેસુ,સુરત)નામનો રસોઇયો ગઇ તા.૨૦મી જુલાઇએ ઘર ખુલ્લું મુકીને ચાલ્યો ગયો હતો.તેનો ફોન પણ બંધ આવતો હતો.જેથી શંકા જતાં તપાસ કરી હતી અને ઘરમાંથી ૧૫ ગ્રામની બે વીંટી ચોરાઇ હોવાનું જણાયું હતું.

ત્યારબાદ રસોઇયાનો મારા સાઢુ પર ફોન આવ્યો હતો અને રડતાંરડતાં કહ્યંુ હતું કે, બંને વીંટી હું કુરિયરથી મોકલી આપીશ.પરંતુ આ જ સુધી મોકલી નથી અને ફોન પણ બંધ કરી દીધો છે.જેથી લક્ષ્મીપુરા પોલીસે ગુનો નોંધ્યો છે.