Gujarat

ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ

By GS TEAM
1 Mar 20261 min read
ધ્રાંગધ્રા શાકમાર્કેટ રોડ પર પાકગ કરવા બાબતે માથકૂટ

પોલીસે લારી ધારકોને દૂર ખસેડતા અફરાતફરી

મારામારીમાં એકને યુવકને ઇજા ઃ શાક માર્કેટમાં ટ્રાફિકની સમસ્યા ગંભીરતાથી ઉકેલવા માંગ

ધ્રાંગધ્રાધ્રાંગધ્રા શહેરના શાક માર્કેટ નજીક આવેલ જુમ્મા મસ્જિદ પાસે બાઈક પાર્ક કરવા મુદ્દે છૂટા હાથની મારામારી થઈ હતી. આ મારામારીમાં એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવને પગલે ઇન્ચાર્જ પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોચ્યો હતો અને શાકભાજીની લારીઓ તેમજ રોડની વચ્ચોવચ પાર્ક કરેલ વાહનોને દૂર કરવા જતા થોડા સમય માટે અફડા તફડી મચી હતી. જો કે મારામારીની આ ઘટનાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ શાકમાર્કેટ રોડ પર શાકભાજી વેચાણ કરતા લારી ધારકને લારી રોડની સાઈડમાં લેવાનું કહેતા હેડ કોન્સ્ટેબલ સાથે માથાકૂટ થઈ હતી જે અંગેનો ગુનો પણ પોલીસ મથકે નોંધાયો છે. ત્યારે વધુ એક વખત વાહન પાર્ક કરવા મુદ્દે માથાકુટ સર્જાતા સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી શાક માર્કેટ રોડ પર ટ્રાફિક નિયમનની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.