Gujarat

MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવાતા હોબાળો

By GS TEAM
3 Jun 20261 min read
TukuTouch Logo
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા જ રાઉન્ડમાં સમસ્યાઓ સર્જાઈ છે. પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપનારા 300 કરતા વધારે વિદ્યાર્થીઓને હવે ગેરહાજર દર્શાવવામાં આવ્યા હોવાના કારણે બે દિવસથી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવાતા હોબાળો

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા જ રાઉન્ડમાં સમસ્યાઓ સર્જાઈ છે. પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપનારા 300 કરતા વધારે વિદ્યાર્થીઓને હવે ગેરહાજર દર્શાવવામાં આવ્યા હોવાના કારણે બે દિવસથી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવી રહ્યા છે.

 બીજી તરફ કોમર્સ ફેકલ્ટીએ 6400 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પાડવા માટે કહ્યું હોવા છતા જીકાસ દ્વારા 4700 વિદ્યાર્થીઓનું જ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે ફેકલ્ટી સત્તાધીશોએ 1700 જેટલા વિદ્યાર્થીઓને વેઈટિંગ લિસ્ટમાં મૂકયા છે. ફેકલ્ટીના સત્તાધીશોનું કહેવું છે કે, જે વિદ્યાર્થીઓએ જનરલ અને એ પછી અન્ય કેટેગરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય, ઓનલાઈન એન્ટ્રન્સ એક્ઝામ આપતી વખતે જીકાસ નંબર ખોટો લખ્યો હોય કે પછી અન્ય કોઈ કારણસર તેમને ગેરહાજર દર્શાવાયા છે અને ફેકલ્ટીના અધ્યાપકો આવા વિદ્યાર્થીઓની જાણકારી મેળવી રહ્યા છે. જે વિદ્યાર્થીએ ખરેખર પરીક્ષા આપી હશે અને ગેરહાજર દર્શાવાયા હશે તેમને અન્યાય નહીં કરવામાં આવે. ઉપરાંત જે વિદ્યાર્થીઓને વેઈટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે તે વિદ્યાર્થીઓને મેરિટમાં આવતા હશે તો પ્રવેશ અપાશે જ. જરૂર પડે તો ત્રીજા રાઉન્ડ સુધી પ્રવેશ કાર્યવાહી ચાલુ રખાશે.