Get The App

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો

મકતમપુરાના મહિલા કોર્પોરેટરે કહયુ,તમે સાડી પહેરો છો, અમે કંઈ કહીએ છીએ?

Updated: Nov 22nd, 2025

GS TEAM

Google News
Google News
હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ ,  ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો 1 - image

       

 અમદાવાદ,શુક્રવાર,21 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ખાડીયાના મહિલા કોર્પોરેટર ગીતા પરમારે હિજાબ અંગે ટીપ્પણી કરતા બેઠકમાં વિવાદ થયો હતો. મકતમપુરાના એમ.આઈ.એમ.ના મહિલા કોર્પોરેટર તેમની રજૂઆત કરતા હતા એ સમયે ખાડીયાના કોર્પોરેટરે તમે બુરખો ઉતારીને બોલો એમ કહેતા મકતમપુરાના મહિલા કોર્પોરેટર જેનબબીબી શેખે તેમને જવાબ આપતા કહયુ હતુ કે,તમે સાડી પહેરીને બોર્ડ બેઠકમાં આવો છો અમે કંઈ કહીએ છીએ?બંનેને અધ્યક્ષસ્થાનેથી મેયરે ચર્ચા આગળ વધારતા અટકાવ્યા હતા.

બેઠકમાં મકતમપુરાના કોર્પોરેટરને બુરખો ઉતારીને બોલો એમ કહેવાવાળા ખાડીયાના મહિલા કોર્પોરેટરને બોલ્યા પછી પસ્તાવો થયો હોવાનો અહેસાસ થયો હતો.બેઠક પછી તેમણે મિડીયા સાથેની વાતચીતમાં કહયુ, મારો ઈરાદો ખોટો નહોતો. પરંતુ કોણ બોલે છે એ જાણવા ચહેરો ઓળખાય એ માટે થઈને મેં કહયુ હતુ કે,બુરખો ઉતારીને બોલો.બુરખો પહેરીને કોણ બોલે છે એ મને ખબર નહતી એમ કહેનારા ખાડીયાના મહીલા કોર્પોરેટર પાંચ વર્ષની ટર્મ પુરી થવા આવી છતાં સાથી પક્ષના કોર્પોરેટરને ઓળખાતા નથી એ સાબિત કર્યુ હતુ.મકતમપુરાના મહિલા કોર્પોરેટરે કહયુ,ભારતમાં દરેક વ્યકિતએ પોતે શું પહેરવુ તે નિર્ણય લેવા વ્યકિત પોતે સ્વતંત્ર છે.ખાડીયાના મહિલા કોર્પોરેટરે બોર્ડ બેઠકમાં કરેલી ટીપ્પણી ખેદજનક જ છે.