Gujarat

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ

By GS TEAM
6 Mar 20261 min read
વિવાદાસ્પદ બનેલી  સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની  શરતભંગ બદલ શોકોઝ  અપાઈ

  અમદાવાદ, શુક્રવાર, 6 માર્ચ, 2026

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરત ભંગ બદલ કોર્પોરેશન તરફથી શોકોઝ નોટિસ અપાઈ છે. લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે કહ્યુ, હાઈકોર્ટમાં પીટીશનરે એપ્લીકેશન વીથ ડ્રો કરી હોવાથી નેચરલ જસ્ટીસના સિધ્ધાંત મુજબ  કોર્પોરેશન સંચાલકોને સુનાવણી માટે બોલાવશે એ સમયે તેમણે હાજર રહેવાની સાથે જરુરી દસ્તાવેજ સાથે લેખિતમાં રજૂઆત કરવાની રહેશે.

લીગલ કમિટીના ચેરમેનના કહેવા પ્રમાણે, દાવો વીથ ડ્રો કરાયો હોવાથી કાયદાકીય બાધ નડતો નથી. કોર્પોરેશન દ્વારા બનાવાયેલી એસ.ઓ.પી.મુજબ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા તો ઉચ્ચ અધિકારી સંચાલકોને સુનાવણી માટેની તક આપશે.કોર્પોરેશન તરફથી આપવામા આવેલી ૧૦૪૬૫ ચોરસ મીટર જગ્યામા કોર્પોરેશને ભાડે આપી નથી એવા લોકો મિલકતોનો વપરાશ કરી રહયા છે. આ કારણથી સંચાલકોને ફાળવવામા આવેલી જગ્યાનુ લીઝ ડીડ રદ કેમ ના કરવુ તે અંગે કારણ દર્શક નોટિસ અપાઈ છે.કોર્પોરેશન જયારે પણ સુનાવણી માટે સંચાલકોને બોલાવે તે સમયે તેમણે હાજર રહેવુ પડશે.નિયમિત મીનીટસ લખાશે.