Gujarat

વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો

By GS TEAM
8 Nov 20251 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં હવે ઠંડીએ દિવસે ને દિવસે મજબૂત પકડ બનાવવા હેઠળ તેની અસર વર્તાવવા લાગી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના તાપમાનમાં સતત ઘટાડો : 24 કલાકમાં પારો એક ડિગ્રી ગગડયો, ઠંડીનો ચમકારો

Vadodara : વડોદરા શહેરમાં હવે ઠંડીએ દિવસે ને દિવસે મજબૂત પકડ બનાવવા હેઠળ તેની અસર વર્તાવવા લાગી છે. જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે.

નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ધીરે ધીરે ઠંડીએ ચમકારો બતાવવા લાગ્યો છે. જે પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાનનો પારો સતત ઘટી રહ્યો છે, તેને કારણે હવે લોકોને ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ખાસ કરીને મોડી રાત્રે અને વહેલી સવારે નાગરિકો સ્વેટર વગર ઘરની બહાર નીકળી શકતા નથી. આ સાથે શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો પણ સતત ઘટી રહ્યો છે. ગઈકાલે લઘુત્તમ તાપમાનનો પારો જે 16.6 ડિગ્રી હતો તે વધુ એક ડિગ્રી ગગડતા આજે લઘુત્તમ તાપમાનનો પારો 15.6 ડિગ્રી નોંધાયો છે. તો તેવી રીતે મહત્તમ તાપમાનમાં પણ ધીરે ધીરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો હજુ વધુ અનુભવાય અને તેની જનજીવન પર અસર થાય તેવું અનુમાન મનાઈ રહ્યું છે.