Gujarat

વિદ્યાનગર શહેર અને બોરસદ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

By GS Team
26 Jun 20202 mins read
This article was originally published on 26 Jun 2020
વિદ્યાનગર શહેર અને બોરસદ તાલુકામાં કેટલાક વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

આણંદ,તા. 25 જૂન 2020, ગુરુવાર

કોરોના વાયરસ કોવિડ-૧૯ ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ આમુખ-(૨)ની વિગતો જાહેરનામાંથી સુચના બહાર પાડવામાં આવેલ છે. 

વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આણંદ, આર.જી.ગોહિલે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ધી ગુજરાત એપેડેમીક ડિસીઝ એક્ટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

તે મુજબ નીચે જણાવેલ વિસ્તારો કોવિડ-૧૯ના કન્ટેઈનમેન્ટ એરીયા (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવે છે. વિદ્યાનગર નગરપાલિકા અંતર્ગત આવેલ (૧) વોર્ડ નં.૨ હરિઓમનગર, લાલચાલી વિસ્તારમાં આવેલ ગલીમાં સામ-સામે રોહાઉસમાં આવેલ મકાન નં.૬૧ થી મકાન નં.૮૦ (કુલ-૨૦ મકાનો)નો વિસ્તાર તથા (૨) વોર્ડ નં.૪, પ્લોટ નં.૧૦૦૩, મકાન નં.૪, આઈ.બી.પટેલ પ્રાથમિક શાળાની પાછળ, શ્રી એપાર્ટમેન્ટની સામે, નાના બજાર, વલ્લભ વિદ્યાનગરના મકાનની ગલીના આગળના ૪ મકાનો અને પાછળના ૩ મકાનો મળી કુલ-૭ મકાનોનો વિસ્તાર તેમજ બોરસદ તાલુકા વહેરા ગ્રામ પંચાયત અંતર્ગત આવેલ બેવરી હિલ્સ સોસાયટીના મકાન નં.૨૨ થી ૨૫ (કુલ-૪ મકાન)નો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારી ફરજ પરની વ્યક્તિઓ ફરજના ભાગરૂપે અવર-જવર કરી શકાશે. આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ આઈ.પી.સી.ની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે. આ હુકમની બજવણી વ્યક્તિગત રીતે કરવી શક્ય ન હોઈ એક તરફી હુકમ કરવામાં આવે છે.

તમામ વિસ્તારમાં આવવા-જવા માટેના રસ્તા પર સ્ક્રીનિંગ કરવાનું રહેશે

આ તમામ વિસ્તારમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આ વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ સવારના ૭ઃ૦૦ કલાકથી સાંજના ૭ઃ૦૦ કલાક સુધી જ ચાલુ રાખી શકાશે. આ હુકમ તા.૨૩/૬/૨૦૨૦થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.