Get The App

ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝડપાયું

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
ઘાસના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડાતા દારૂ ભરેલું કન્ટેનર કરજણ પાસે ઝડપાયું 1 - image

Vadodara Liquor Smuggling : મહારાષ્ટ્રથી ગુજરાતમાં ચૂંટણી ટાણે ઠલવાતો દારૂનો મોટો જેથ્થો જિલ્લા એલસીબીએ મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી પાડ્યો હતો. ભારતમાલા હાઇવે પરથી પસાર થતાં કન્ટેનરમાં ઘોડાના ઘાસનું ભૂસું ભરેલ બેગોની આડમાં દારૂનો જથ્થો લઈ જતા બે શખ્સોની ધરપકડ કરી પોલીસે કુલ 64.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા પોલીસની ટીમ ગઈ રાત્રે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવેના મુંબઈથી દિલ્હી તરફ જતા ટ્રેક ઉપર કરજણ તાલુકાના સાપા ગામના ઓવર બ્રિજ પાસે હતી ત્યારે મળેલી માહિતીના આધારે એક કન્ટેનર મહારાષ્ટ્ર પાસીગનું કન્ટેનર દારૂ ભરેલું છે અને તે ભરૂચ પસાર થઈ કરજણ તરફ આવે છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસીંગનું કન્ટેનર આવતા તેને રોકી કન્ટેનરમાં તપાસ હાથ ધરી હતી. કન્ટેનરમાં શરૂઆતમાં ઘાસનું ભૂસું ભરેલી પ્લાસ્ટિકની બેગો જણાઈ હતી આ બેગો હટાવીને જોતા દારૂની 6,300 નંગ બોટલ ભરેલ 54.58 લાખ કિંમતની દારૂની 525 પેટીઓ મળી હતી. 

પોલીસે દારૂનો જથ્થો લઈને જતા મહેશસિંહ જીલુભા સોલંકી (રહે-ઇન્દ્રણજ, તાલુકો-તારાપુર, જિલ્લો-આણંદ) અને ભરત પોપટ પરસોડ (રહે-વલ્લભપુર બસ સ્ટેન્ડ પાસે, તાલુકો-રાપર, જિલ્લો કચ્છ, ભુજ) ને ઝડપી પાડ્યા હતા અને કુલ 64.33 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંને શખ્સોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં મલકાપુર ખાતે રહેતા જમીર હારુન હસન પટેલે દારૂ ભરેલું કન્ટેનર મોકલ્યું હતું અને આ કન્ટેનર ભરૂચ અમને સોંપ્યું હતું પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.