Get The App

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

Updated: May 28th, 2026

GS TEAM

Google News
Google News
ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ 1 - image

ગુજરાતી લોકો માટે ગુંદુ એક શક્તિશાળી સ્થાનિક ફળ

ભાવનગરપ્રકૃતિની દરીકે વસ્તુ પોતાની અલાયદી મહત્તા દર્શાવતી હોય છે અને ક્યાંકને ક્યાંક ફાયદાકારક નિવડતી હોય છે. ખાસ કરીને ઉનાળામાં આવતા ગુંદા ભલે ચીકણા હોય પરંતુ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ફાઈબર, આર્યન, ફોસ્ફરસ વગેરે મિનરલ્સથી ભરપુર આ ફળ મેદસ્વિતા નિવારણની સાથે શરીર સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક સાબિત થયું છે.

પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ફાઈબર, આર્યન, ફોસ્ફરસ સહિત અન્ય મિનરલ્સથી ભરપુર ગુંદાનું ફળ શરીર સ્વાસ્થ્ય માટે અક્સિર

ગુજરાત અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં ગુંદા એક પરંપરાગત અને પ્રિય વસ્તુ છે. આ નાના વૃક્ષના ફળની કાચી અવસ્થામાં અથાણું બનાવીને ખાઈ શકાય છે. બજારમાં ૫૦થી ૭૦ રૃપિયે કિલો મળતા ગુંદાની મુખ્ય વિશેષતાઓમાં પોષક તત્ત્વો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી અને અન્ય મિનરલ્સથી ભરપુર હોય છે. તેમાં ફલેવોનોઈડસ, ટેનિન્સ, ફેનોલિક એસિડ અને એન્ટીઓક્સિડન્ટસ પણ પુષ્કળ માત્રામાં હોય છે. ગુંદામાં આયુર્વેદિક ગુણ મધુર રસ, તે શરીરમાં રહેલો પિત્ત અને વાત શમક છે. જ્યારે ગુંદાની છાલ શરીરનાં કફ અને પિત્તનો પણ નાશ કરે છે. ગુંદાનું અથાણું, શાક, સૂપ અથવા કાચું ખાવું ફાયદાકારક છે. ગુંદા મેદસ્વિતા (ઓબેસિટી) નિવારણમાં પણ મદદરૃપ થાય છે. ગુંદામાં ફાઈબર ભરપુર હોવાથી તે પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. આનાથી અતિરેક ભૂખ ઓછી થાય છે અને કેલરી ઈન્ટેક ઘટે છે. ગુંદા પાચન તંત્રને સુધારે છે. ગુંદામાં રહેલો ચીકણો પદાર્થ આંતરડાને સુખદાયક અસર કરે છે, કબજિયાત દૂર કરે છે. જેનાથી પાચન મેટાબોલિઝમ વધારે છે અને વજન વધવાની સમસ્યા ઘટાડે છે. કેટલાક અભ્યાસો અનુસાર ગુંદા શરીરમાં ફેટના શોષણને ઘટાડીને વજન નિયંત્રણમાં મદદ કરે છે. આમ ખાસ ઉનાળાની ઋતુમાં જ આવતા ગુંદા શરીર સ્વાસ્થ્ય માટે અક્સિર સાબિત થયું છે.

ગુંદા શરીરમાં શ્વસન તંત્રને પણ મજબુત બનાવે છે

ગુંદા શરીરમાં શ્વસન તંત્રને મજબુત કરે છે, કફ, ખાંસી અને અસ્થમામાં રાહત આપે છે. પેટની સમસ્યાઓ જેવી કે, ઝાડા, કૃમિ, અપચોમાં ફાયદા કરાવે છે. સાથોસાથ શરીરની ત્વચા અને એન્ટીઈન્ફલેમેટરી અને હીલિંગનાં ગુણો માનવ શરીરને રાહત આપે છે. સૌથી મહત્વનું એવું માનવ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ એન્ટીઓક્સિડન્ટસથી ઈમ્યુનિટી વધારે છે.