Gujarat

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સામે ફરિયાદ

By GS TEAM
5 Nov 20251 min read
TukuTouch Logo
જુનિયર અદાવતના મનદુઃખનું સમાધાન કરવા માટે બંને મિત્રોને બોલાવી લીધા બાદ સમાધાન નહીં કરી ફરીથી હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સામે ફરિયાદ

Jamnagar Crime : જામનગરમાં હિમાલય સોસાયટીમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બાબુભાઈ દેવાભાઈ કનારા નામના 35 વર્ષના કન્સ્ટ્રકશનના ધંધાર્થી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર ભાવેશ માડમ ઉપર લોખંડના પાઇપ ધોકા જેવા હથિયારો વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે સુનિલ ભાટીયા, મયુર ભાટીયા, દર્શન ભાટીયા, અને તેના અન્ય સાગ્રીતો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 જે ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન ભાવેશ માડમ અને આરોપી સુનિલ ભાટીયા વચ્ચે અગાઉ માથાકૂટ થઈ હતી, જેના સમાધાન માટે ભાવેશ તથા ફરિયાદી બાબુભાઈ કનારાને આરોપીઓએ હિમાલય સોસાયટીમાં બોલાવ્યા હતા. જ્યાં સમાધાન કરવાના બદલે તમામ આરોપીઓએ બંને યુવાનો પર હુમલો કરી દીધો હતો, જેથી મામલો સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચલાવાઈ રહી છે.