Gujarat

નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ!

By GS TEAM
15 Apr 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે મેદાનને બદલે રસ્તાઓ અને સરકારી કચેરીઓ પર લડાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તાલુકા પંચાયતની ઉમરવા બેઠક પર ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. સામ-દામ-દંડ-ભેદની નીતિ વચ્ચે રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારોને તો અજ્ઞાત સ્થળે શિફ્ટ કરાયા હોવાનું સામે આવ્યુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: કોંગ્રેસનો ભાજપ પર ઉમેદવાર હાઈજેકિંગનો આક્ષેપ, AAPએ પોતાના મૂરતિયા કર્યા અન્ડરગ્રાઉન્ડ!

Narmada News : નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે મેદાનને બદલે રસ્તાઓ અને સરકારી કચેરીઓ પર લડાઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તાલુકા પંચાયતની ઉમરવા બેઠક પર ફોર્મ ખેંચવાની છેલ્લી ઘડીએ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. સામ-દામ-દંડ-ભેદની નીતિ વચ્ચે રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારોને તો અજ્ઞાત સ્થળે શિફ્ટ કરાયા હોવાનું સામે આવ્યુ છે.

તાલુકા પંચાયત કચેરી રણમેદાનમાં ફેરવાઈ!

ઘટનાની વિગતો મુજબ, ઉમરવા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ભાજપના સમર્થકો ફોર્મ પરત ખેંચાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે લાવ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસર્યા હતા. જેવી કોંગ્રેસના કાર્યકરોને આ વાતની જાણ થઈ, તેઓ તાબડતોબ કચેરીએ પહોંચી ગયા હતા અને કોંગ્રેસના કાર્યકરો પોતાના ઉમેદવારને ભાજપના ચુંગાલમાંથી છોડાવી પોતાની ગાડીમાં બેસાડી રવાના થઈ ગયા હતા.


ઉમેદવારના ઘરે પોલીસ મોકલવામાં આવી: આપના જિલ્લા પ્રમુખનો ગંભીર આક્ષેપ

બીજી તરફ, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ઉમરવા બેઠકના અમારા ઉમેદવારના ઘરે પોલીસ મોકલવામાં આવી રહી છે અને રાજકીય પ્રેસર કરવામાં આવી રહ્યું છે."

રાજપીપળા નગરપાલિકામાં પણ સ્થિતિ તણાવપૂર્ણ છે. જેમાં વોર્ડ નંબર 4ના આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારો અને વોર્ડ નંબર 6ના 2 ઉમેદવારો પર અન્ય પક્ષો દ્વારા ડોળો નાખવામાં આવતા હોવાની ભીતિ વચ્ચે AAPએ પોતાના ઉમેદવારોને તૂટતા બચાવવા માટે તેમને અજ્ઞાત સ્થળે 'સેફ હાઉસ'માં મોકલી દીધા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: વડોદરા: ભાજપ નેતા શૈલેષ મહેતાને ધક્કે ચઢાવાયા, કોંગ્રેસ નેતાને ફોર્મ પાછું ખેંચવા દબાણ કરતા હતા

ચૂંટણીનો ગરમાવો કે ભયનો માહોલ?

જિલ્લામાં જે પ્રકારે ઉમેદવારોની ખેંચતાણ અને અજ્ઞાત સ્થળે ખસેડવાની ઘટનાઓ બની રહી છે, તેનાથી મતદારોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું આ લોકશાહીનું પર્વ છે કે સત્તા મેળવવાની આંધળી દોટ? હાલ તો સમગ્ર નર્મદા જિલ્લામાં આ 'રાજકીય હાઈજેક'ની ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે.