Get The App

વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લીધા

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટઃ ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે કોંગ્રેસે 50 ટકા ઉમેદવાર નક્કી કરી લીધા 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લામાં પંચાયતોની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે.ભાજપ બાદ કોંગ્રેસે પણ જિલ્લામાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પંચાયત,આઠ તાલુકા પંચાયત અને ચાર નગર પાલિકાની ચૂંટણીઓ માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂરી થતાં આજે જિલ્લા કાર્યાલય ખાતે સંકલનની બેઠક મળી હતી.જેમાં ઉમેદવારોની યાદી બનાવી પ્રદેશ સમિતિને મોકલવામાં આવશે.આવતીકાલે પ્રદેશ મોવડીઓ તાલુકા પંચાયતો અને પાલિકા ના ઉમેદવારોના મુદ્દે ચર્ચા કરનાર છે.

તો બીજીતરફ કોંગ્રેસ પણ સક્રિય થઇ છે અને આજે જિલ્લા તેમજ તાલુકા પ્રભારીઓ સાથે પ્રદેશના મોવડીઓએ મીટિંગ કરી હતી. જિલ્લા ચૂંટણી સમિતિએ ૫૦ ટકા જેટલા ઉમેદવારોના નામો નક્કી પણ કરી લીધા છે.જેની પછીથી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

આ ઉપરાંત કોંગ્રેસે દરેક જિલ્લા પંચાયતની બેઠક દીઠ પ્રભારીઓની નિમણૂક પણ કરી છે.તો કોંગ્રેસના કેટલાક આગેવાનો ભાજપથી નારાજ હોય તેવા આગેવાનોને હાથમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.