હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો વિરોધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navasari News : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની આજે(11 એપ્રિલ, 2026) તારીખ છે, ત્યારે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરીને વિરોધ નોંધાવ્યો હતો. જેમાં હાથમાં દૂષિત પાણીની બોટલ અને શરીર પર મચ્છરદાની રાખીને કોંગ્રેસના ઉમેદવારે મહાનગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભર્યું હતુ.
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: ઉમેદવારે અનોખો વિરોધ
નવસારી મહાનગર પાલિકાના વોર્ડ નંબર 6 માટે કોંગ્રેસના ઉમેદવાર પિયુષ ઢીમ્મરે ઉમેદવારીપત્ર સાથે મચ્છરદાની ઓઢી અને હાથમાં દૂષિત પાણીની બોટલ રાખીને અલગ રીતે વિરોધ નોંધવતા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા.
કોંગ્રેસ ઉમેદવારનું કહેવું છે કે, 'નવસારીમાં છેલ્લા ઘણાં સમયથી મચ્છરોનો ઉપદ્રવ અને ગંદા પાણીની સમસ્યા છે. જેનાથી સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. કરોડોના બજેટ હોવા છતાં તંત્ર પાયાની સુવિધા પૂરી પાડી શક્યું નથી.'
શહેરમાં પાણી અને મચ્છરોના ઉપદ્રવ મામલે કોંગ્રેસના ઉમેદવારે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવાની સાથે મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભર્યું છે. પાયાની સુવિધાના અભાવના મામલે ઉમેદવારે વિરોધ નોંધાવીને ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું.









