Gujarat

બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ

By GS TEAM
9 May 20261 min read
TukuTouch Logo
વડોદરામાં પડોશીઓના ઝઘડામાં સજાવવા ગયેલા મહિલા અને તેના પુત્ર પર પાઈપ અને પેવર બ્લોક વડે હુમલો

Summarized by AI; it may make mistakes. Check important info

બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ

Vadodara Crime : વડોદરામાં બરાનપુરા વિસ્તારના ચુનારાવાસમાં રહેતા પિન્કીબેન કિશોરભાઈ ચુનારા વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે બપોરે 1:00 વાગે હું મારા ઘરે જમવાનું બનાવતી તે વખતે મારા મામાની દીકરીએ આવીને મને જણાવ્યું હતું કે મારે ઘરે ઝઘડો થયો છે. જેથી હું મારા મામા ભીખાભાઈના ઘરે ચૂનારાવાસ ખાતે ગઈ હતી. મારા મામા તથા તેની સામે રહેતા ભાવેશ તથા રાધે ઝઘડો કરી રહ્યા હતા. જેથી હું તેઓને સમજાવવા જતા  તેઓએ મારી સાથે પણ ઝઘડો કર્યો હતો. મારો નાનો દીકરો આવી જતા ભાવેશ સાથે વાતચીત કરવા ગયો હતો ત્યારે તેના પર પ્લાસ્ટિકની પાઇપ પડે હુમલો કર્યો હતો. રાધે ચુનારાએ પેવર બ્લોકના પથ્થર મારા દીકરાને માથાના ભાગે મારતા તેને કપાળમાં ઈજા થઈ હતી.