Get The App

કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ

માસિક ૪૫ હજારના ભાડે કાર લઇ માત્ર બે મહિના જ નિયમિત ભાડું ચૂકવ્યું હતું

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
કાર ભાડે ફેરવવા લઇ સગેવગે કરી દેનાર સામે ફરિયાદ 1 - image

વડોદરા,કાર ભાડે ફેરવવા લઇને સગેવગે કરી દેનાર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

માંજલપુર દરબાર ચોકડી પાસે સાંઇનાથ હાઉસિંગમાં રહેતા જગદીશભાઇ કાળીદાસભાઇ રાજપૂત માણેજાની ખાનગી કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા સાળા રામસીંગ મોતીભાઇ ઝાલા (રહે. કોયલી) એ મને જણાવ્યું હતું કે, તમારી કાર ભાડે આપવાની હોય તો કહેજો. મારા દૂરના જમાઇ ગાડી ભાડે રાખે છે અને માસિક ૪૫ હજાર ભાડુ આપશે. મેં હા  પાડતા તેઓ વિપુલ રાવજીભાઇ તાતોર (રહે. ગોકુલધામ સોસાયટી, જૂના કેનાલ રોડ પાસે, શેરખી કોયલી રોડ, મૂળ રહે. ગોસાંઇ ફળિયું, વાસદ) ને મળવા લઇ આવ્યા હતા. મારી કાર માસિક ૪૫ હજારના ભાડે રાખવાનું નક્કી થયું હતું. બે મહિના સુધી તેઓએ નિયમિત ભાડું ચૂકવ્યું હતું. ત્રીજા મહિને પાંચ હજાર બાકી  રાખ્યા હતા. ત્યારબાદ ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું હતું. મેં ગાડી પરત માગતા તે પણ આપી નહતી.