Gujarat

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ

By GS TEAM
15 Jan 20261 min read
નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ

 વડોદરા,ખોડિયાર નગર ચાર રસ્તા  પાસે અર્થ આઇકોનની સામે ક્રિસ્ટલ પ્રમુખ  હબ નામની સ્કીમ લોન્ચ કરી છેતરપિંડી કરતા બિલ્ડર સામે વધુ એક ફરિયાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

ગોત્રી કેનાલ રોડ પર પ્રાર્થના વિહાર ફ્લેટમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી પરસોત્તમભાઇ કાબાભાઇ આસોદરિયાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૫ માં કેયા બિલ્ટેક એલ.એલ.પી. નામની પેઢીના  ભાગીદાર મનિષ મહેન્દ્રભાઇ પટેલે ખોડિયાર નગર ચાર રસ્તા  પાસે અર્થ આઇકોનની સામે ક્રિસ્ટલ પ્રમુખ  હબ નામની સ્કીમ લોન્ચ કરી  હતી. નિવૃત્તિ પછી મને મળેલા ગ્રેજ્યુટી તથા જી.પી.એફ. ફંડના રૃપિયામાંથી  ઉપરોક્ત સ્કીમમાં ગ્રાઉન્ડ ફ્લોરની એક દુકાન ૧૭.૨૦ લાખમાં બુક કરાવી હતી. જે પેટે અમે કુલ ૧૩.૨૩ લાખ ચૂકવી દીધા હોવાછતાંય બિલ્ડર દ્વારા બાંધકામ સમયસર પૂરૃં કરવામાં આવ્યું નહતું. તેમજ પજેશન પણ આપવામાં આવ્યું નહતું. બાપોદ પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે મનિષ  પટેલ અને રૃપલબેન મનિષભાઇ પટેલ ( બંને રહે. સિલ્વર  પાર્કકરોડિયા રોડ) સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મનિષ પટેલ સામે અગાઉ ૨૧ ગુનાઓ નોંધાયા છે. ત્રણ ગુનામાં નાસતા ફરતા બિલ્ડર મનિષ  પટેલને હાલમંાં જ ડીસીબી પોલીસે ઝડપી પાડયો હતો.