Gujarat

જૂનાગઢ મેડિકલ કોલેજમાં કોરોના ટેસ્ટ માટે લેબોરેટરીનો પ્રારંભ

By GS Team
20 Jun 20202 mins read
This article was originally published on 20 Jun 2020
જૂનાગઢ મેડિકલ કોલેજમાં કોરોના ટેસ્ટ માટે લેબોરેટરીનો પ્રારંભ

જુનાગઢમાં જ થઈ શકશે ટેસ્ટમંજુરી સાથે પોરબંદરગીર સોમનાથ જિલ્લાના પણ થશે ટેસ્ટ

જુનાગઢ, તા. 20 જૂન, 2020, શનિવાર

જનાગઢ મેડિકલ કોલેજ ખાતે આજથી કોરોના ટેસ્ટ માટે આરટી પીસીઆર લેબોરેટરીનો પ્રારંભ થયો છે. આ લેબમાં રોજ ૧૫૦ જેટલા સેમ્પલના ટેસ્ટ થઈ શકશે. અત્યાર સુધી કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલને ભાવનગ મોકલવામાં આવતા હતાં. પરંતુ હવે જુનાગઢમાં જ ટેસ્ટ થઈ શકવાથી સેમ્પલ ભાવનગર નહીં મોકલવા પડે. જેથી સમય અને ટ્રાન્સપોર્ટેશન બચી શકશે.

જૂનાગઢ જિલ્લામાંથી જે કોરોનાના શંકાસ્પદ લક્ષણ  ધરાવતા હોય તેવા દર્દીઓના સમેપલ લઈ આ સેમ્પલને ભાવનગર મોકલવામાં આવતા હતા. ત્યાં  મેડિકલ કોલેજની માઈક્રોબાયોલોજી લેબમાં તેનું ટેસ્ટીંગ થતું હતું. આ પ્રક્રિયા પાછલ વધુ સમય લાગતો હોત અને સેમ્પલને ભાવનગર સુધી લઈ જવા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ લાગતો હતો. આથી સરકારે જુનાગઢ મેડિકલ કોલેજ ખાતેકોરોનાનું ટેસ્ટીંગ થઈ શકે તે માટે લેબોરેટરીને મંજુરી આપી હતી. અને તે માટે ટ્રનેટ મશીન તેમજ આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબની વ્યવસ્થા કરાવી હતી. ત્રણ ચાર દિવસથી ટ્રુનેટ મશીન દ્વારા તપાસ થતી હતી. તેમાં જેને કોરોના પોઝીટીવ આવે તેનું સેમ્પલ ભાવનગર રિકન્ફર્મેશન માટે કોલવામાં આવતું હતું.પરંતુ આજે જૂનાગઢ મેડિકલ કોલેજના પાંચમા માળે માઇક્રોબાયોલોજી લેબોરેટરી કાર્યક્રમ કરાઈ હતી. જેનું કલેકટર ડો. સૌરભ પારગીએ ઉદ્ઘાટન કર્યું હતું.

આ અંગે કલેકટરે જણાવ્યું હતુંકે આર.ટી. પીસીઆર લેબોરેટરી શરૃ થઈ ગઈ છે. જેમાં આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ કોરોના ટેસ્ટ થઈ શકશે. જ્યારે મેડિકલ કોલેજના ડીન ડો. એસપી રાઠોડે જણાવ્યું હતું કે આ લેબોરેટરીમાં રોજ ૧૫૦ જેટલા સેમ્પલના ટેસ્ટીંગ થશે અને ૨૪ કલાકમાં તેનો રિપોર્ટ આવી જશે. ્ત્યાર સુધી સેમ્પલ ભાવનગર મોકલાતા હતા ત્યાં સેમ્પલ પહોંચ્યા બાદ રિપોર્ટ આવતા ૨૪ કલાક થતા હતા. પરંતુ જુનાગઢમાં લેબોરેટરી કાર્યરત થવાથી સમય તથા ટ્રાન્સપોર્ટેશન ખર્ચની બચત થશે. સરકારની મંજુરી મળ્યા બાદ પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના પણ ટેસ્ટ આ લેબમાં થઈ શકશે.