Get The App

વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

Updated: Apr 26th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરામાં લાધારામ સ્કૂલ, ચોખંડી અને માંજલપુરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ 1 - image

વડોદરા શહેરમાં ચૂંટણી દરમિયાન આજે વિવિધ જગ્યાએ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ચકમક ઝરવાના બનાવો બન્યા હતા.

માંડવી નજીક લાધારામ સ્કૂલમાં ભાજપના કેટલાક કાર્યકરો મતદારોને સીધા અંદર લઈ જતા હોવાની વિગતોને પગલે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. સામે પક્ષે ભાજપના કાર્યકરોએ કેટલાક લોકો મતદારોને મત આપવા માટે સમજાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. 

આવી જ રીતે માંજલપુર તેમજ નાની શાકમાર્કેટ ચોખંડી વિસ્તારમાં પણ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો ઉપર બુટથમાં ઘુસી આવી આચાર સહિતા ભંગનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે માજલપુરમાં મતદાન મથક પાસે નરેન્દ્ર મોદીનું કટ આઉટ હોવાથી કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકરો આશિક માંગરોલાએ વિરોધ કરી કટ આઉટ ખસેડાવ્યું હતું.