Get The App

વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારના વિજય સરઘસ દરમિયાન અનગઢમાં કાંકરીચાળો,દશરથમાં ઝપાઝપી 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતના પરિણામો દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયતના અનગઢ બેઠકના ઉેમેદવાર બીરેન પટેલનું વિજય સરઘસ અનગઢ પહોંચ્યું ત્યારે કોઇ કારણસર કોંગી ટેકેદારો સાથે બોલાચાલી થતાં કાંકરી ચાળો થયો હતો.જો કે આ બનાવમાં કોઇને ઇજા કે નુકસાન થયું નહતું.

આવી જ રીતે જિલ્લા પંચાયતની શેરખી બેઠકની મતગણતરી દરમિયાન પણ ભાજપ- કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઝપાઝપીના દ્શ્યો સર્જાયા હતા.પોલીસ આવી જતાં સ્થિતિ થાળે પાડી હતી.