Get The App

બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું

Updated: Feb 11th, 2026

GS TEAM

Google News
Google News
બાવળાના ઝેકડા ગામમાં કારમાં ગીત વગાડવા બાબતે 2 જૂથ વચ્ચે ધીંગાણું 1 - image

પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઈજા, વાહનોને ભારે નુકસાન

ગામમાં ફરીથી કોઈ ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો ઃ  સામસામી નવ શખ્સ સામે ફરિયાદ

બગોદરા - બાવળા તાલુકાના ઝેકડા ગામમાં ૧૦-૦૨-૨૦૨૬, સોમવારે સાંજના કારમાં મોટા અવાજે ગીતો વગાડવા જેવી સામાન્ય બાબતે બે કોમ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ મામલે કેરાળા જીઆઇડીસી પોલીસ મથકે બંને પક્ષે સામસામી ક્રોસ ફરિયાદ નોંધાઈ છે. ગામમાં ઝઘડા દરમિયાન ફાયરિંગ થયું હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું, જોકે પોલીસે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ ઘટના બની નથી. 

ફરિયાદી ચિરાગભાઈ બળદેવભાઈ ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે ગામના ચોકમાં રવી અને હાદક નામના શખ્સો કારમાં મોટા અવાજે ગીતો વગાડતા હતા. ગીતો ધીમા કરવાનું કહેતા મામલો બિચક્યો હતો. બાદમાં ૮ જેટલા શખ્સોએ ધારિયા અને લાકડીઓ સાથે ચિરાગભાઈની સ્વીફ્ટ કાર (જીજે-૩૮-બીજી-૨૨૩૪) પર હુમલો કરી કાચ અને હેડલાઈટ તોડી નાખ્યા હતા. આરોપીઓએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે તેઓ આઠ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

 

૧. રવી બળદેવભાઇ કોળી પટેલ

૨. હાદકભાઈ મુનાભાઈ કોળીપટેલ

૩. નવઘણભાઈ રામજીભાઈ કોળીપટેલ

૪. મેહુલભાઈ નવઘણભાઈ કોળીપટેલ

૫. જયેશભાઈ ગોવિંદભાઈ કોળીપટેલ

૬. વિક્રમભાઈ ઈશ્વરભાઈ કોળીપટેલ

૭. હિતેષભાઈ સામજીભાઈ ચૌહાણ (બલદાણા)

૮. નવીનભાઈ રમણભાઈ મકવાણા (ભેટાવાડા)

 

સામે પક્ષે નવીનભાઈ રમણભાઈ મકવાણાએ ફરિયાદ નોંધાવી છે કે, ચિરાગભાઈ ઠાકોર પોતે મોટેથી ટેપ વગાડતા હતા અને ટોકવા જતાં તેમણે હાદકભાઈની ગાડીનો કાચ તોડી નાખ્યો હતો. આ બાબતે સમજાવવા જતાં ચિરાગભાઈ અને અન્ય શખ્સોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં નવીનભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે તેઓ (૧)ચિરાગભાઈ બળદેવભાઈ ઠાકોર (રહે. ઝેકડા)  અન્ય ૨-૩ માણસો સામે ફરિયાદ નોંધાવી છે.

 

કેરાળા જીઆઇડી પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ડોડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ તણાવ યથાવત્ જોવા મળી રહ્યો છે.